Bhavans Music Festival organized by The Bhavan, London

સુવર્ણ જયંતિની ઉજવણી પ્રસંગે ખાસ ક્યુરેટેડ પર્ફોર્મન્સ, વર્કશોપ અને ઇવેન્ટ્સનું આયોજન કરતા ધ ભવન, લંડન દ્વારા બે વિકેન્ડમાં ભવ્ય ભારતીય ઉત્સવનું આયોજન કર્યું હતું. જેમાં શ્રેષ્ઠ વાદ્યવાદકો અને ગાયકોનો સમાવેશ થયો હતો. તો ફાઇનલ વીકએન્ડમાં પં. પી. ઉન્નીકૃષ્ણન દ્વારા કર્ણાટિક વોકલ અને સંજીવ અભ્યંકર દ્વારા હિન્દુસ્તાની વોકલ રજૂ કરાયું હતું.

25મી માર્ચ શનિવારના રોજ પં. સંજીવ અભ્યંકરે હિન્દુસ્તાની વોકલ સંભળાવ્યું હતું જેમાં તબલા પર પં. રાજકુમાર મિશ્રા અને હાર્મોનિયમ પર અભિષેક જીએ સાથ આપ્યો હતો.

શ્રી અભ્યંકરે રાગ આહિર ભૈરવથી શરૂઆત કરી રાગ ચારુકેશી સાથે પીરસવાનું ચાલુ રાખ્યું હતું. તે પછી સુમધુર રીતે રજૂ કરાયેલા મરાઠી અભંગો અને ભક્તિ ગીતો સાંભળવા મળ્યા હતા. જે તમામ રચનાઓ ચોક્કસ રાગો પર આધારિત હતી અને ગાયકનો મુખ્ય ભાર ‘ગુણ ભક્તિ’ પર હતો.

25મી માર્ચના રોજ, પી ઉન્નીક્રિષ્નને ‘મલય મરુથમ’ રાગ સાથે કર્ણાટક ગાયનની શરૂઆત કરી ‘કલ્યાણ વસંતમ’ અને ‘મોહનમ’  રજૂ કર્યા હતા. તેમની ‘રાગમ તનમ પલ્લવી’ અને પુરાણાદરા દાસા કૃતિને ખૂબ જ પસંદ કરાઇ હતી. તેમની સાથે શ્રી એમ બાલાચંદરે વાયોલિન, બાલુ રગુરામને મૃદંગમ પર અને કે સીતામ્બરનાથને મોર્સિંગ પર સંગત આપી હતી. જે ગીતોને શ્રોતાઓનો સારો પ્રતિસાદ મળ્યો.

ભવન્સ દ્વારા મે 2023 સુધીમાં વધુ કેટલાક કાર્યક્રમોનું આયોજન કર્યું છે.

LEAVE A REPLY

4 × 4 =