Jaishankar's meeting with President of Uganda
યુગાન્ડાની ત્રણ દિવસની મુલાકાતે ગયેલા ભારતા વિદેશ પ્રધાન એસ જયશંકરે સોમવાર, 11 એપ્રિલ પ્રેસિડન્ટ યોવેરી કે મુસેવેની સાથે મુલાકાત કરી હતી તથા બિન-જોડાણવાદી ચળવળ (NAM)ની અધ્યક્ષતા સંભાળવા બદલ યુવાન્ડાને અભિનંદન પાઠવ્યા હતા. (ANI Photo)

યુગાન્ડાની ત્રણ દિવસની મુલાકાતે ગયેલા ભારતા વિદેશ પ્રધાન એસ જયશંકરે સોમવાર, 11 એપ્રિલ પ્રેસિડન્ટ યોવેરી કે મુસેવેની સાથે મુલાકાત કરી હતી તથા બિન-જોડાણવાદી ચળવળ (NAM)ની અધ્યક્ષતા સંભાળવા બદલ યુવાન્ડાને અભિનંદન પાઠવ્યા હતા.

જયશંકરે ટ્વીટ કરીને જણાવ્યું હતું કે યુગાન્ડના પ્રેસિન્ટને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વ્યક્તિગત શુભેચ્છા પાઠવી હતી તથા અમારા પરંપરાગત અને લાંબા ગાળાના સંબંધોને આગળ વધારવા માટે તેમના માર્ગદર્શનની પ્રશંસા કરી હતી. તેમણે વેપાર અને રોકાણ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર, ઉર્જા, સંરક્ષણ, આરોગ્ય, ડિજિટલ અને કૃષિ ક્ષેત્રોમાં સહકાર અંગે પણ ચર્ચાવિચારણા કરી હતી.

જયશંકર સોમવારે બપોરે 3 દિવસની રાજદ્વારી મુલાકાત માટે યુગાન્ડા પહોંચ્યા હતા. યુગાન્ડાના વિદેશ પ્રધાન જનરલ જેજે ઓડોન્ગો અને સંરક્ષણ પ્રધાન વિન્સેન્ટ સેમ્પિજાએ તેમનું સ્વાગત કર્યું હતું.

યુગાન્ડાને 2022થી 2025ના સમયગાળા માટે આફ્રિકા વતી બિન-જોડાણવાદી ચળવળની અધ્યક્ષતા માટે સમર્થન આપ્યું હતું. દર ત્રણ વર્ષે NAMની અધ્યક્ષતા બદલાય છે. 2019થી 2022 દરમિયાન અઝરબૈજાન અધ્યક્ષ હતું.
બિન-જોડાણવાદી ચળવળની રચના 1961માં સંસ્થાનવાદી પ્રણાલીના અંત અને શીત યુદ્ધ દરમિયાન કરાઈ હતી. NAM વિકાસશીલ વિશ્વના 120 સભ્ય દેશોનું બનેલું સંગઠન છે અને તે સંયુક્ત રાષ્ટ્ર પછી રાજકીય સંકલન અને પરામર્શ માટેનું સૌથી મોટું વૈશ્વિક મંચ છે.

LEAVE A REPLY

five + 2 =