સુરતમાં અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટીને વધુ એક રાજકીય ફટકો પડ્યો છે. શહેરના વધુ બે કોર્પોરેટરો ભાજપમાં જોડાયા હતા. 14 એપ્રિલે પાર્ટીમાંથી રાજીનામું આપીને છ કોર્પોરેટરોએ ભાજપમાં જોડાયા હતા. તેમની સાથે અગાઉ રાજીનામું આપનારા ચાર કોર્પોરેટર સહિત દસ કોર્પોરેટર્સ ભાજપમાં ભળી ગયા હતા. શુક્રવારે વોર્ડ નં. 3માંથી ચૂંટાયેલા કોર્પોરેટર કનુ ગેડિયા અને વોર્ડ નં. 2ના કોર્પોરેટર અલ્પેશ પટેલે પાર્ટીમાંથી રાજીનામું આપીને ભાજપનો ખેસ ધારણ કરી લીધો હતો. આમ, હવે સુરતમાં આપ પાસે 27માંથી ફક્ત 15 કોર્પોરેટર્સ જ રહ્યાં છે. ભાજપમાં જોડાયેલા બન્ને કોર્પોરેટરોએ ભાજપમાં જોડાવા પાછળ વિકાસની રાજનીતિથી આકર્ષાયા હોવાનું જણાવ્યું હતું. બે વર્ષ પૂર્વે કોર્પોરેશનની ચૂંટણીમાં આમઆદમી પાર્ટીના 27 કોર્પોરેટરો વિજેતા થયા હતા.

LEAVE A REPLY

2 × one =