Kolkata's thrilling win over Chennai by six wickets
(ANI Photo/)

કોલકાતા નાઈટ રાઈડર્સે રવિવારે ચેન્નાઈ સુપર કિંગ્સને તેના ઘરઆંગણે છ વિકેટે હરાવી મહત્ત્વનો વિજય મેળવતા પ્લેઓફ્સમાં સ્થાન માટેની રેસ રોમાંચક બની છે. હાલ ટોચની ચાર ટીમો ગુજરાતચેન્નાઈમુંબઈ અને લખનઉ છે. આ ઉપરાંત બેંગલોરરાજસ્થાન અને કોલકાતા દરેક 12 પોઈન્ટ સાથે ખૂબજ નિકટની સ્થિતિમાં છે. આ સંજોગોમાં પ્લેઓફ્સમાં છેલ્લા ચારમાંથી ગુજરાત તો લગભગ ટોચના સ્થાન સાથે નિશ્ચિત છે, પણ બાકીના ત્રણમાં કોણ રહેશે અને કોણ બહાર નિકળી જશે તે કહેવું મુશ્કેલ છે. 

કોલકાતાના સુકાની નીતીશ રાણાએ અણનમ 57 અને રીન્કુ સિંઘે 54 રન સાથે 99 રનની વિજયી ભાગીદારી કરી ચેન્નાઈને છ વિકેટે હરાવ્યું હતું. ચેન્નાઈએ પ્રથમ બેટિંગ કરતા છ વિકેટે 144 રન જ કરી શક્યું હતું, જેમાં શિવમ દુબે 48 રન કરીને અણનમ રહ્યો હતો. તેના સિવાય ઓપનર કોનવેના 30 રન મુખ્ય પ્રદાન હતું. કોલકાતા તરફથી વરૂણ ચક્રવર્તી અને સુનિલ નરિને બે-બે વિકેટ લીધી હતી. 

જવાબમાં કોલકાતાએ પણ શરૂઆતની ત્રણ વિકેટ તો સસ્તામાં – પાંચમી ઓવરમાં 33 રનમાં જ ગુમાવી હતી. પણ એ પછી સુકાની રાણા અને રીન્કુ સિંઘ ટીમને લગભગ વિજયના આરે લઈ ગયા હતા. બન્નેએ અડધી સદી નોંધાવી હતી અને રીન્કુ રનઆઉટ થયો ત્યારે કોલકાતાને 2.5 ઓવરમાં ફક્ત 13 રન જોઈતા હતા. ચેન્નાઈ તરફથી ઝડપી બોલર દીપક ચાહરે પહેલી ત્રણે વિકેટ ખેરવી હતી, તેના સ્પિનર્સ રાણા – રીન્કુને સ્હેજ પણ ભીંસમાં લઈ શક્યા નહોતા. રીન્કુ સિંઘને પ્લેયર ઓફ ધી મેચ જાહેર કરાયો હતો. 

LEAVE A REPLY

nineteen − 11 =