નવી દિલ્હી સ્થિત આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા (ASI)ના વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે દેશની બહાર ચોરીને કે અન્ય રીતે લઇ જવાયેલી કલાકૃતિઓને પરત લાવવા માટે નક્કર પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
ASIના પ્રવક્તા વસંત સ્વર્ણકરે જણાવ્યું હતું કે, “આઝાદી બાદથી, 251 કલાકૃતિઓ ભારતમાં પાછી લાવવામાં આવી છે. આ ઉપરાંત, યુકે અને યુએસ સહિતના દેશોમાંથી લગભગ 100 કલાકૃતિઓ પરત લાવવાની પ્રક્રિયામાં છે.”
ભારતમાં પ્રાચીન કલાકૃતિઓને ધી એન્ટિક્વિટીઝ એન્ડ આર્ટ ટ્રેઝર્સ એક્ટ, 1972 દ્વારા સંચાલિત કરવામાં આવે છે. આ કાયદા મુજબ “કેન્દ્ર સરકાર, કેન્દ્ર સરકાર દ્વારા અધિકૃત કરાયેલી કોઈપણ ઓથોરીટી અથવા એજન્સી સિવાય કોઈપણ વ્યક્તિ પ્રાચીન કલાકૃતિઓની નિકાસ કરવા માટે કાયદેસર અધિકાર ધરાવતી નથી.’’