Virat Kohli broke Ponting's record by scoring 72nd century
(PTI Photo/Kamal Kishore)

સનરાઇઝર્સ હૈદરાબાદ સામે શુક્રવારે રમાયેલી મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગલોરના વિરાટ કોહલીએ શાનદાર સદી ફટકારી હતી. વિરાટ કોહલીએ હૈદરાબાદ સામે 63 બોલમાં 12 ચોગ્ગા અને ચાર સિક્સર સાથે 100 રનની ઈનિંગ્સ રમી હતી. આઈપીએલમાં આ કોહલીની છઠ્ઠી સદી છે. આ સાથે તેણે ક્રિસ ગેઈલના આઈપીએલમાં સૌથી વધુ સદી ફટકારવાના રેકોર્ડની બરાબરી કરી લીધી છે. આ ઉપરાંત કોહલીએ અલગ-અલગ છ આઈપીએલ સિઝનમાં 500થી વધુ રન ફટકારવાના ડેવિડ વોર્નરના રેકોર્ડની પણ બરાબરી કરી હતી.

રોયલ ચેલેન્જર્સ બેંગલોરે શુક્રવારે રમાયેલા મુકાબલામાં સનરાઈઝર્સ હૈદરાબાદ સામે આઠ વિકેટે વિજય નોંધાવ્યો હતો. ઓપનર વિરાટ કોહલીની શાનદાર સદી તથા કેપ્ટન ફાફ ડુપ્લેસિસ ઝંઝાવાતી અડધી સદીની મદદથી આ સાથે બેંગલોરે આઈપીએલ ટી20 ક્રિકેટ ટુર્નામેન્ટ 2023માં પ્લેઓફમાં પહોંચવાની આશા જીવંત રાખી હતી. બેંગલોર પોઈન્ટ ટેબલમાં ચોથા ક્રમે પહોંચી ગયું હતું. હૈદરાબાદ પહેલાથી જ પ્લેઓફની રેસમાંથી બહાર થઈ ગયું છે. હૈદરાબાદે હેનરિક ક્લાસેનની 104 રનની તોફાની ઈનિંગ્સની મદદથી નિર્ધારીત 20 ઓવરમાં પાંચ વિકેટે 186 રનનો સ્કોર નોંધાવ્યો હતો. બેંગલોરને મળેલો 187 રનનો લક્ષ્યાંક કોહલી અને ડુપ્લેસિસની ઓપનિંગ જોડીએ એકદમ આસાન બનાવી દીધો હતો. બેંગલોરે 19.2 ઓવરમાં બે વિકેટ ગુમાવીને મેચ જીતી લીધી હતી. કોહલીએ 100 તથા ડુપ્લેસિસે 71 રન ફટકાર્યા હતા. સનરાઈઝર્સ હૈદરાબાદના વિસ્ફોટક મિડલ ઓર્ડર બેટ્સમેન હેનરિક ક્લાસને 51 બોલમાં અણનમ 104 રન નોંધાવી શાનદાર સદી ફટકારી હતી.

 

LEAVE A REPLY

2 + 19 =