પ્રસ્તુત તસવીરમાં ડાબેથી ક્લોકવાઇઝ કરન ગિલ, જગ સિંહ, ગોવિંદ બહિયા અને ગ્રેગરી બ્લેકલોક.

કેનેડાથી ગાંજાની દાણચોરી કરીને લંડન લાવનાર ઓર્ગેનાઇઝ્ડ ક્રાઇમ ગૃપના સન માર્શ વે, ગ્રેવસેન્ડના 32 વર્ષીય કરન ગિલ, ધ બુલવાર્ડ સાઉથ વેસ્ટ લંડનના જગ સિંહ, ટેનીસન વોક, ગ્રેવસેન્ડના ગોવિંદ બહિયા અને બકલેન્ડ હિલ, મેઇડસ્ટોનના ગ્રેગરી બ્લેકલોકને એપ્રિલ 2023માં વૂલવિચ ક્રાઉન કોર્ટમાં કુલ 17 વર્ષથી વધુની જેલની સજા કરવામાં આવી છે.

બોર્ડર ફોર્સના અધિકારીઓએ સોમવાર 8 ફેબ્રુઆરી 2021ના રોજ હીથ્રો એરપોર્ટ પર કોમ્પ્યુટર કેસીંગના શિપમેન્ટમાંથી આશરે £1 મિલિયનના મુલ્યનો બે પેલેટ ભરેલ ગાંજાનો જથ્થો શોધી કાઢ્યો હતો. આ ગાંજો ડાર્ટફર્ડના બિઝનેસ એડ્રેસ પર પહોંચાડવામાં આવનાર હતો.

કેન્ટ અને એસેક્સ સિરીયસ ક્રાઈમ ડિરેક્ટોરેટની તપાસમાં બહાર આવ્યું હતું કે ગેરકાયદેસર રીતે એન્ક્રિપ્ટેડ મોબાઇલ ફોન પ્લેટફોર્મ આ કેનાબીસની આયાતની વ્યવસ્થા કરાઇ હતી. જેને આંતરરાષ્ટ્રીય લૉ એન્ફોર્સમેન્ટ એજન્સીઓએ 2020માં જાહેર કરી હતી.

પોલીસે કરન ગીલના ઘર પર દરોડો પાડી  £105,000 રોકડ જપ્ત કરી હતી અને તેને સાત વર્ષની જેલની સજા ફટકારવામાં આવી હતી. જગ સિંઘ સાઉથ વેસ્ટ ગાંજાની આયાત અને વિતરણના આયોજનમાં સામેલ હતો અને આ માટે તે ‘રિયલ ક્રોકોડાઇલ’ ના ચેટ હેન્ડલનો ઉપયોગ કરીને ગિલ સાથે સંદેશાઓની આપ-લે કરી હતી. તેને ચાર વર્ષ અને નવ મહિનાની જેલ કરાઇ હતી.

કેનાબીસની ડિલિવરી થવાની હતી તે ગ્રેગરી બ્લેકલોકને ત્રણ વર્ષની જેલની સજા ફટકારવામાં આવ હતી. તો 30 વર્ષીય ગોવિંદ બહિયાને ત્રણ વર્ષની જેલ થઈ હતી.

LEAVE A REPLY

fourteen + eighteen =