'Bharat Ekta Kooch' will be held to welcome Modi in America
(ANI Photo/Sansad TV)

ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીની આગામી મહિને અમેરિકાની ઐતિહાસિક મુલાકાત પહેલા, ભારતીય-અમેરિકનો 18 જૂને દેશના 20 મોટા શહેરોમાં ‘ભારત એકતા દિવસ’ કૂચ સાથે તેમનું સ્વાગત કરવાની યોજના ઘડી રહ્યા છે. પદયાત્રાના આયોજકોએ આ જાહેરાત કરી હતી. અમેરિકાના પ્રેસિડેન્ટ જો બાઈડેન અને ફર્સ્ટ લેડી જિલ બાઈડેનના આમંત્રણને માન આપીને ભારતના વડાપ્રધાન મોદી જૂનમાં અમેરિકાની તેમની પ્રથમ સત્તાવાર સ્ટેટ મુલાકાતે આવશે. બાઈડેન દંપતીએ તેમના માનમાં 22 જૂને એક સત્તાવાર રાત્રી ભોજન સમારંભનું પણ આયોજન કર્યું છે.

ભારતીય અમેરિકન સમુદાયના નેતા અને ઓવરસીઝ ફ્રેન્ડ્સ ઑફ બીજેપી-યુએસએના રાષ્ટ્રીય અધ્યક્ષ અદાપા પ્રસાદે જણાવ્યું હતું કે ભારતીય અમેરિકન સમુદાય મોદીની મુલાકાત અંગે ખૂબ જ ઉત્સાહિત છે. સમુદાય અહીં 18 જૂને વોશિંગ્ટન ડીસીમાં નેશનલ મેમોરિયલ ખાતે એકત્ર થઈ રહ્યો છે. વોશિંગ્ટન સ્મારકથી લિંકન મેમોરિયલ સુધી ‘ભારત એકતા દિવસ’ કૂચ યોજાશે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સ્વાગત કરાશે.

તેમણે રવિવારે કહ્યું હતું કે ન્યૂ યોર્કમાં ટાઈમ્સ સ્ક્વેર અને સાન ફ્રાન્સિસ્કોમાં ગોલ્ડન બ્રિજ જેવા ઐતિહાસિક સ્થળોએ “પૂર્વથી પશ્ચિમ, ઉત્તરથી દક્ષિણના મોટા શહેરોમાંથી પસાર થતા” લગભગ 20 સ્થળોએ સ્વાગત કૂચ કરાશે. માર્ચ યોજાવાની છે તે અન્ય શહેરોમાં બોસ્ટન, શિકાગો, એટલાન્ટા, મિયામી, ટેમ્પા, ડલ્લાસ, હ્યુસ્ટન, લોસ એન્જલસ, સેક્રેમેન્ટો, સાન ફ્રાન્સિસ્કો, કોલંબસ અને સેન્ટ લુઇસનો સમાવેશ થાય છે. મોદીની મુલાકાતને ઐતિહાસિક ઘટના ગણાવતા પ્રસાદે કહ્યું કે ભારતીય અમેરિકન સમુદાયના તમામ વર્ગો વડાપ્રધાનનું સ્વાગત કરવા અને તેને એક યાદગાર પ્રસંગ બનાવવા તૈયારી કરી રહ્યા છે.

વડાપ્રધાનના સ્વાગત માટે ન્યૂયોર્ક અને વોશિંગ્ટન ડીસીના તમામ મુખ્ય સ્થળોએ તૈયારીઓ ચાલી રહી છે. ભારતીય-અમેરિકન સમુદાયના અન્ય કેટલાક નેતાઓએ પણ વડાપ્રધાનની મુલાકાતનું સ્વાગત કર્યું છે. પ્રતિષ્ઠિત ભારતીય-અમેરિકન નેતા અને યુએસ-ભારત મજબૂત સંબંધોના હિમાયતી અજય ભુટોરિયાએ જણાવ્યું હતું કે હું વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અમેરિકાની આગામી મુલાકાતથી ખૂબ જ ખુશ છું. આ મુલાકાત બે મહાન દેશો વચ્ચે મજબૂત અને કાયમી ભાગીદારીની સાક્ષી આપશે.

LEAVE A REPLY

five × 2 =