Controversy over controversial Baba Dhirendra Shastri's Darbar in Gujarat
(ANI Photo)

મધ્યપ્રદેશના બાગેશ્વર ધામના વિવાદાસ્પદ બાબા પં. ધીરેન્દ્ર શાસ્ત્રીના દરબાર ગુજરાતના અનેક શહેરોમાં મે મહિનાના અંતભાગમાં યોજાવાના છે. ધીરેન્દ્ર શાસ્ત્રી સૌપ્રથમ સુરતમાં દરબાર યોજાશે. ત્યાર બાદ અમદાવાદ અને રાજકોટમાં પણ દરબાર યોજાશે. આ દરબાર અંગે રાજકીય વિવાદ સર્જાયો છે. ભાજપના નેતાઓ બાબાને સમર્થન આપી રહ્યા છે, ત્યારે કોંગ્રેસ બાબાનો વિરોધ કરી રહી છે. આ ઉપરાંત રાજ્યના જાગૃત નાગરિકો પણ બાબાની કથિત ચમત્કારિક શક્તિઓને પડકાર ફેંકી ચુક્યા છે.

બાબાના દરબારમાં ભાજપના આગેવાનો હાજર રહે તેવી શક્યતાઓ છે. સુરતના કાર્યક્રમનું આયોજન જ ભાજપના એક વિધાનસભ્યએ કર્યું છે. સુરતના કાર્યક્રમમાં ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ હાજર રહી શકે છે.
બીજી તરફ કોંગ્રેસ બાબાનો વિરોધ કરી રહી છે. ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન શંકરસિંહે વાઘેલાએ કહ્યું કે, આ બાબા ધર્મના નામે ધતિંગ ચલાવે છે. આ દરબાર ભાજપના માર્કેટિંગ માટે થઈ રહ્યો છે. આ તો ઘર્મનો વેપાર થઈ રહ્યો છે.

LEAVE A REPLY

thirteen − six =