ન્યૂઝીલેન્ડમાં ઘેટાઓની સંખ્યામાં મોટો ઘટાડો નોંધાયો છે. 1850ના દસકા પછી માનવ વસ્તીની સામે ઘેટાની સંખ્યા પાંચથી ઘટીને એક નોંધાઇ છે, તેવું અધિકૃત આંકડાઓમાં દર્શાવવામાં આવ્યું છે. સરકારી સંસ્થા સ્ટેટ્સ એનઝેડના જણાવ્યા મુજબ, ન્યૂઝીલેન્ડના લોકો તેમના ઓસ્ટ્રેલિયન હરીફો કરતા ઘણા ઓછા ઘેટા ધરાવે છે.

ન્યૂઝીલેન્ડની કૃષિ ઉત્પાદનની નવી જાહેર થયેલી પંચ વર્ષીય વસ્તી ગણતરીમાં જણાવાયું છે કે, જૂન 2022માં રાષ્ટ્રીય સ્તરે ઘેટાની સંખ્યામાં 400,000 (બે ટકા) ઘટાડો થઇને 25.3 મિલિયન નોંધાઇ છે.
સ્ટેટ્સ એનઝેડના વિશ્લેષક જેસન એટવેલે જણાવ્યું હતું કે, 1850ના દસકા પછી જ્યારે 2022માં રાષ્ટ્રીય સ્તરે ઘેટાંની સંખ્યા પ્રથમવાર નોંધવામાં આવી ત્યારે ઘેટાંનો દર એક વ્યક્તિ સામે પાંચથી ઘટ્યો હતો. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, “1982માં ન્યૂઝીલેન્ડમાં ઘેટાંની સંખ્યા ખૂબ જ જાણીતી હતી, એ સમયે એક વ્યક્તિ દીઠ 22 ઘેટા હતા.

ઓસ્ટ્રેલિયામાં અત્યારે ઘેટાની સંખ્યા ન્યૂઝીલેન્ડ કરતા ત્રણ ગણી વધુ છે, જોકે તેમનો દર દરેક ઓસ્ટ્રેલિયનની તુલનાએ માત્ર ત્રણ ઘેટા જેટલો છે.”
ન્યૂઝીલેન્ડમાં 5.2 મિલિયન લોકો વસે છે, અને આ દેશનો વિશ્વના મુખ્ય ઊન નિકાસકારોમાં સમાવેશ થાય છે, ત્યાંથી ગત વર્ષે 284 મિલિયન અમેરિકન ડોલરની કિંમતનું ઊન વિદેશોમાં મોકલાયું હતું. પરંતુ ખેતીના વધતા જતા ખર્ચ અને ઊનના ભાવમાં ઘટાડો થવાના કારણે રાષ્ટ્રીય ઘેટાના આંકડા 1980ના દસકાના આંકડાની સામે 72 મિલિયનના ઊંચા સ્તરે ઘટ્યા છે.

LEAVE A REPLY

2 × two =