દરેક વસ્ત્રનું પોતાનું એક આગવું સ્થાન હોય છે. લગ્નપ્રસંગોમાં પહેરવામાં આવતા પોશાકને આપણે રોજબરોજના જીવનમાં પહેરતાં નથી. એવી જ રીતે મુસાફરી દરમિયાન પહેરાતા વસ્ત્રો આપણે ઓફિસમાં પહેરતાં હોતાં નથી. જોબ કરનારા લોકો ઓફિસમાં કોર્પોરેટ વસ્ત્રો પહેરવાનો આગ્રહ રાખીએ છીએ. ઓફિસમાં એકસરખા ડ્રેસ પહેરીને ઘણી વખત લાઇફ બોરિંગ બની જાય છે. તમે તમારા ઓફિસ રૂટિનમાં કંઈક અલગ કરવા ઇચ્છો છો તો તેમાં ફેરફાર કરો. અત્યારે દરેક મહિલા પર કામનું દબાણ હોય છે. આ દબાણને ઘટાડવા માટે મહિલાએ પોતાના વૉર્ડરોબમાં પ્રયોગ કરવો જોઇએ. ઓફિસ વૅરને કૅરી કરવાથી ડિફરન્ટ લુક મળે છે.

ડ્રેસ કોડ

ઘણી ઓફિસમાં કેવા વસ્રો પહેરી શકાય એ અંગેનો ડ્રેસ કોડ હોય છે. આ ડ્રેસકોડનું પાલન કરવું જોઇએ એ વાત સાચી પરંતુ તમે એની સાથે કંઈક પ્રયોગ કરી શકો છો, જેનાથી તમે અન્ય કરતાં અલગ તરી આવશો અને તમને એક નવો આત્મવિશ્વાસ આવશે. જોબ કરતી મહિલા માટે ડ્રેસ કોડમાં મોટા ભાગે પેન્ટ-શર્ટ રાખવામાં આવે છે. એને પહેરીને મહિલાના આત્મવિશ્વામાં વધારો થાય છે. આ ઉપરાંત તે સ્ટાઇલિશ પણ લાગે છે. એમાં એલિગન્ટ લુક મેળવવા ક્લાસી બેલ્ટ તમે એડ કરો. એમાં તમે સેક્સી બ્રાઉન લેધર બેલ્ટ પણ કેરી કરી શકો છો. આ ઉપરાંત મિનિમલ જ્વેલરી ટ્રાય કરો.

કેઝ્યુઅલ વસ્ત્રો

દરેક ઓફિસમાં ડ્રેસ કોડ હોતો નથી. જો તમારી ઓફિસમાં ફોર્મલ ડ્રેસ કોડ ફૉલો કરવામાં આવતો નથી તો તમારી પાસે વસ્ત્રોમાં વેરિયેશન મળી જશે. તમે કુરતાની સાથે જિન્સનું કોમ્બિનેશન પહેરી શકો છો, પરંતુ અમુક નીતિ-નિયમોને ફૉલો કરવાના હોય છે તેથી ફોર્મલ વસ્ત્રોને બદલે રિપેડ ડેનિમ કે સ્ટાઇલિશ જિન્સ પહેરવાનું સજેસ્ટ નહીં કરું પરંતુ તમે શૉબર ડેનિમ પૅર કૅરી કરી શકો છો. એની સાથે એસેમેટ્રિકલ ટોપ કે કુરતાં પહેરો. આમ તો જિન્સની સાથે શોર્ટ કુરતો સ્માર્ટ લુક આપશે. ફૂટવેરમાં પણ થોડું ધ્યાન રાખો. એંકલ લેન્થ બૂટ અને હાઇ હીલ્સ પહેરી શકો છો. જિન્સ ઉપરાંત વાઇડ લેગ્સ પેન્ટ્સ ફેશનમાં છે. એ કમ્ફર્ટેબલ હોવાની સાથે યુવતીઓ વાઇડ લેગ્સ પેન્ટ્સને કૅરી કરવાનું પસંદ કરે છે.

સ્કર્ટ સાથે લિનન શર્ટ

સ્કર્ટ હંમેશાં સેક્સી લુક આપે છે. કોર્પોરેટ ઓફિસ માટે સ્કર્ટ સાથે લિનન શર્ટ એક ઉત્તમ વિકલ્પ છે. આ લુકને સ્ટાઇલિશ ટચ આપવા માટે હેર સ્ટાઇલમાં પણ ફેરફાર કરી શકો છો. કાનમાં સ્ટડ્સ અને ગળામાં એક નાનકડા પેન્ડન્ટવાળું નેકપીસ અને ફૂટવેરમાં હિલ્સ પહેરો. એની સાથે બ્લેઝર પહેરશો તો લુક વધારે સુંદર લાગશે. હાથમાં રિંગ, ગળામાં નાનકડા પેન્ડન્ટવાળું નેકપીસ અને હાથમાં બ્રેસલેટ કે ઘડિયાળ પહેરી શકો છો.

ક્રોપ ટોપ વિથ બિઝનેસ સૂટ

સામાન્ય રીતે કોર્પોરેટ ઓફિસમાં પેન્ટની સાથે શર્ટ પહેરવામાં આવે છે. સ્ટાઇલિશ ટચ માટે શર્ટને બદલે ક્રોપ ટોપ પહેરી જુઓ. તમારું મનગમતું ક્રોપ ટોપ પસંદ કરો. બિઝનેસ સૂટ સાથે તે સૂટ થશે. ક્રોપ પહેરો ત્યારે હાઇ હિલ્સ ટ્રાય કરો. હૂપ્સને બદલે સ્ટડ્સ પહેરી શકો છો.

પોલકા ડોટ શર્ટ

કોર્પોરેટ ઓફિસમાં સૌથી કોમન છે પેન્ટ કે જિન્સ અને બ્લેઝરવાળો લુક. જોકે તમે એમાં સ્ટાઇલિશ ટચ આપી શકો છે. બ્લેઝરની અંદર સામાન્ય રીતે પ્લેન બ્લેક, ગ્રે કે વ્હાઇટ ટોપ પહેરવામાં આવે છે. એને બદલે પોલકા ડોટ કે તમારા ફેવરિટ કલરનું ટોપ પહેરો. એનાથી તમારા લુકમાં ઘણો ફર્ક આવશે.

લિપ કલર કેવો પસંદ કરશો

સુંદર દેખાવા માટે મહિલાઓ ઘણીવાર મેકઅપનો ઉપયોગ કરતી હોય છે, મેકઅપમાં હોઠ પર લગાવવામાં આવતો લિપ કલર તમારા વ્યક્તિત્વમાં નિખાર લાવી શકે છે. ઘણીવાર મહિલાઓ લિપ કલર પસંદ કરતી વખતે ડ્રેસના રંગનું ધ્યાન રાખે છે, પરંતુ આ માટે તેમની સ્કિન ટોનનું પણ ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. જ્યારે મહિલાઓ બજારમાંથી લિપસ્ટિક ખરીદે છે, ત્યારે તેઓ લિપસ્ટિકના ઘણા શેડ્સ જોઈને મૂંઝાઈ જાય છે. આવી સ્થિતિમાં, તે સમજાતું નથી કે હોઠનો કયો રંગ તેની ત્વચાના સ્વર માટે યોગ્ય રહેશે.

આમાં લિપ કલરનું મહત્ત્વ ઘણું વધી જાય છે. સામાન્ય દિવસોથી લઈને કોઈ ખાસ અવસરે પણ મહિલાઓ બેસ્ટ લિપ કલરની પસંદગીનું ધ્યાન રાખે છે. ક્યારેક મેકઅપ કિટમાં લિપ કલરના અનેક ઓપ્શન તમને કન્ફ્યુઝ કરે છે. એવામાં તમે તેને યૂઝ કરવા માટે ખાસ ટિપ્સ ફોલો કરી શકો છો. બેસ્ટ લિપ કલરની પસંદગી તમારી પર્સનાલિટી નિખારે છે તો ખોટા લિપ કલરની પસંદગી તમારો લૂક ખરાબ પણ કરી શકે છે. તો જાણો કેવી રીતે ખાસ ઓકેશનમાં તમે પરફેક્ટ લૂક મેળવી શકો છો.

લાઈટ બ્રાઉન લિપ કલર

લાઈટ બ્રાઉન રંગના લિપ કલર ફેસને ક્લાસી લૂક આપે છે. આ કલર ડાર્ક અને લાઈટ બંને સ્કીન ટોન પર પરફેક્ટ રહે છે. એવામાં લાઈટ બ્રાઉન લિપ કલરનું સિલેક્શન તમારા માટે પરફેક્ટ બની શકે છે.

બ્રાઈટ હોટ રેડ લિપ કલર

ફેયર સ્કીન ધરાવતી મહિલાઓ માટે બ્રાઈટ હોટ રેડ લિપ કલર સારો વિકલ્પ હોઈ શકે છે. આ કલર લાઈટ મેકઅપની સાથે પરફેક્ટ લાગે છે. ડાર્ક સ્કીન ટોનની મહિલાઓ માટે બ્રાઈટ હોટ રેડ લિપ કલર સારો રહેશે નહીં.

કોરલ શેડ લિપ કલર

નાઈટ પાર્ટી અને રાતના સમયે કોરલ શેડ લિપ કલરનો લુક નિખરીને આવે છે. ફેયર સ્કીન ટોનની મહિલાઓને કોરલ શેડ પરફેક્ટ લૂક આપી શકે છે. તો ડાર્ક સ્કીન ટોનની મહિલાઓ પર કોરલ શેડનો સિંગલ અને લાઈટ કોટ સુંદર લાગે છે.

બોબી બ્રાઉન લિપ કલર

બોબી બ્રાઉન લિપ કલર તમામ સ્કીન ટોનની મહિલાઓને આકર્ષક બનાવે છે. શ્યામરંગની મહિલાઓ પર બોબી બ્રાઉન લિપ કલર લાઈટ મેકઅપ સાથે સારો લાગે છે. તો ઉજળી મહિલાઓ માટે ડાર્ક મેકઅપની સાથે આ કલર સૂટ થાય છે.

બેગ-બૂટ અને વાળને લગતી એક્સેસરીઝ

હેન્ડબેગમાં લેધર ક્યારેય આઉટડેટેડ નથી થતું. હા, નવા નવા મટિરિયલ આવવા સાથે હમણાં થોડા સમયથી લેધર બેગની ફેશન પાંખી થઇ હતી એ વાત સાચી. પણ તાજેતરમાં આ સૌથી જૂની ફેશન પાછું પોતાનું સ્થાન જમાવી રહી છે. તેમાંય લેસ સાથે અમ્બોઝ કરેલી લેધર બેગ ખૂબ જચે છે

આ સિવાય ફુલ-પાન જેવી ચોક્કસ રંગો આપીને બનાવેલી બેગ પણ લોકપ્રિય નીવડી છે. જ્યારે દિવસ દરમિયાન ઉપયોગમાં લેવામાં આવતા ક્લચ, ચેસેટ અને શોલ્ડર બેગમાં ઇન્ટરનેશનલ બ્રાન્ડસ બ્રાઇટ પિંક, ઓરેન્જ જેવા રંગોનો ભરપૂર ઉપયોગ કરશે. અલબત્ત, તમે જે બેગ લો તે તમારા પ્રોફેશનને અનુરૂપ હોવી જોઇએ. વળી તે તમારા માટે કમ્ફર્ટેબલ હોય તે પણ એટલું જ જરૂરી છે. એક સમયમાં ઉપરનાં વસ્ત્રોને જ પ્રાધાન્ય આપવામાં આવતું હતું. બોટમ કે પગરખાં પ્રત્યે ખાસ કોઇનું ધ્યાન ન જતું. પણ આજે જૂતાંને પણ મહત્વ મળી રહ્યું છે.

હિલ્સ

યુવતીઓમાં પ્રિન્ટ અને વિવિધ આકારની હિલ્સ લોકપ્રિય છે. મેટાલિક શેડ્સ પણ તેમને ગમે છે. જો તમને મેટાલિક ન ગમે તો વિવિધ રંગી પગરખાં ખૂબ સુંદર લાગશે.

વાળ

વચ્ચે સ્ટ્રેટ હેરની ફેશન બહુ ચાલી હતી. એ પછી બિગ વેવ સ્ટાઇલ ગ્લેમરસ ગણાઇ છે. આમેય ભારતીય યુવતીઓમાં કુદરતી રીતે જ વેવી અને કર્લી હેર વધુ જોવા મળે છે. આવાં નેચરલ વાળની ફેશન જળવાઇ રહી છે. હેર એક્સેસરીમાં “બો” પેટર્ન ફેવરિટ રહી છે. આમ આ જૂની ઉપરાંત નવી ફેશનો પણ વર્ષ દરમિયાન અવનવી સ્ટાઇલમાં જોવા મળે છે. ઠંડીની મોસમમાં તેને લગતી ફેશન સ્ટાઇલ પણ જોવા મળે છે. કારણ કે હવે લોકો વસ્ત્રો સાથે શૂઝ-બેસ્ટ સહિતની એસેસરીઝ ચોકસાઇપૂર્વક પસંદ કરે છે.

LEAVE A REPLY

2 × four =