બાગેશ્વર ધામના પૂજ્ય શ્રી ધીરેન્દ્ર શાસ્ત્રીજી ઘ્વારા સિદ્ધાશ્રમના સંસ્થાપક શ્રી રાજરાજેશ્વર ગુરુજીનું બિહારમાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ગુરુજીએ લેસ્ટરના ભક્તોના લાભાર્થે શ્રી રામ કથાનું આયોજન કરવા બાગેશ્વર સરકારને આમંત્રિત કર્યા હતા. આગામી તા. ૨૨ જુલાઈથી ૨૮ જુલાઈ દરમિયાન લેસ્ટરના પ્રજાપતિ હોલમાં શ્રી રામ કથાનું ભવ્ય આયોજન કરવામાં આવનાર છે. જેમાં પધારવા ભક્તોને ભાવભીનું આમંત્રણ છે.
- રવિવાર ૪ જૂનના રોજ બપોરે ૧૨.૩૦થી ૨ વાગ્યા દરમિયાન ઇન્ટરનેશનલ સિદ્ધાશ્રમ શક્તિ સેન્ટર, હેરો ખાતે ગુજરાતના ધારપુરના ભાવભાવેશ્વર ધામના મહંત આચાર્ય મહામંડલેશ્વર શ્રી વિદ્યાનંદજી મહારાજના ભવ્ય સ્વાગત અને સત્સંગ કાર્યક્રમમાં પધારવા ભાવભીનું આમંત્રણ છે. પ્રસાદનો લાભ મળશે. સંપર્ક: ૦૨૦ ૮૪૨૬ ૦૬૭૮ અને email : events@siddhashram.com.
