ફિલિપ સ્કોફિલ્ડ સાથેના વિવાદ બાદ પૂર્વ ‘ધિસ મોર્નિંગ સ્ટાર’ ડૉ. રંજ સિંઘે ITV શોમાં ‘ટોક્સિક કલ્ચર’ની ટીકા કરી દાવો કર્યો છે કે તેઓ ‘મેનેજ થઈ ગયા’ હતા. ITVએ પુષ્ટિ કરી છે કે એલિસન હેમન્ડ અને ડર્મોટ ઓ’લેરી શો રજૂ કરશે.

ડૉ. રંજે ટ્વિટર પર એક પોસ્ટમાં જણાવ્યું હતું કે, “હું 10 વર્ષ સુધી શોમાં હતો અને મને ત્યાં કામ કરવાનું ખરેખર ગમ્યું હતું અને તેની કદર પણ થઈ હતી. જો કે, સમય જતાં હું પડદા પાછળની બાબતો વિશે અને મારા સહિત લોકો સાથે કેવી રીતે વર્તન કરવામાં આવે છે તે વિશે વધુને વધુ ચિંતિત થતો ગયો. ફિલિપ સાથે શું ચાલી રહ્યું હતું તે વિશે હું સત્ય જાણતો ન હતો, પરંતુ હું જાણું છું કે ધિસ મોર્નિંગની સમસ્યાઓ તેના કરતાં ઘણી આગળ છે.”

ડૉ. રંજે કહ્યું હતું કે “મને જે યોગ્ય લાગ્યું તે કર્યું” અને ધિસ મોર્નિંગના સંપાદક માર્ટિન ફ્રિઝેલના વર્તન વિશે ફરિયાદ કરી હતી. મને લાગ્યું છે કે મેં વ્હીસલ વગાડતા મને બહાર કાઢ્યો હતો. ઇતિહાસ અને અનુભવે અમને શીખવ્યું છે કે બુલિઇંગ અને ભેદભાવ જેવી બાબતો સાબિત કરવી ખૂબ જ મુશ્કેલ છે, ખાસ કરીને જ્યારે ‘સત્તામાં રહેલા લોકો’ બાબતોને નિયંત્રિત કરતા હોય ત્યારે.’’

ITVના પ્રવક્તાએ કહ્યું: “અમને આજે ડૉ. રંજની પોસ્ટ વાંચીને દુઃખ થાય છે. આઇટીવી ખાતે અમે કોઈપણને કોઈપણ ચિંતા અથવા ટિપ્પણીઓ રજૂ કરવા માટે દરેક તક પૂરી પાડવા માટે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છીએ. ડૉ. રંજ દ્વારા કરાયેલી ફરિયાદને પગલે, અમે સમીક્ષા કરવા બાહ્ય અને સ્વતંત્ર સલાહકારની નિમણૂક કરી છે. આ બાહ્ય સમીક્ષામાં બુલિઇંગ અથવા ભેદભાવના કોઈ પુરાવા મળ્યા નથી.”

ડૉ. રંજે 2016માં ધિસ મોર્નિંગ પર કામ કરવાનું શરૂ કર્યું હતું અને હવે બીબીસીના મોર્નિંગ લાઈવ પર દેખાય છે.

ગયા શનિવાર, સહ-યજમાન હોલી વિલોબી સાથેના તેમના સંબંધો વણસ્યા બાદ સ્કોફિલ્ડે જાહેરાત કરી હતી કે તેઓ 20 વર્ષ સુકાન સંભાળ્યા પછી ધિસ મોર્નિંગ છોડી દેશે.

LEAVE A REPLY

15 + 19 =