જેટવિંગ્સ એરવેઝના ચેરપર્સન સંજીવ નારાયણ અને જેટવિંગ્સ એરવેઝના સહ સ્થાપક અને સીઈઓ સંજય આદિત્ય સિંહ (PTI Photo/Shahbaz Khan)

ભારતના ઉડ્ડયન ક્ષેત્રમાં સૌથી નવી પ્રવેશ કરનાર જેટવિંગ્સ એરવેઝે બુધવાર 14 જૂને ​​જાહેરાત કરી હતી કે કંપનીને દેશમાં શિડ્યુલ્ડ કોમ્યુટર એર ટ્રાન્સપોર્ટ સર્વિસીસ ઓપરેટ કરવા માટે નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ (NOC) પ્રાપ્ત થયું છે અને તે ઑક્ટોબરથી ઉડાન શરૂ કરવાનું લક્ષ્ય ધરાવે છે. 

ગુવાહાટીમાં તેના બેઝ સાથે આ એરલાઇન શરૂઆતમાં ઉત્તરપૂર્વ અને પૂર્વીય પ્રદેશોમાં સંખ્યાબંધ સ્થળોએ  સરકારની UDAN યોજના હેઠળ મુસાફરોને પ્રાદેશિક કનેક્ટિવિટી પ્રદાન કરવાની યોજના ધરાવે છે. 

ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA) તરફથી તમામ જરૂરી નિયમનકારી મંજૂરીઓ અને એર ઓપરેટર સર્ટિફિકેટ (AOC) પ્રાપ્ત કર્યા પછીજેટવિંગ્સ એરવેઝ રિજનલ ટ્રાવેલ માટે પ્રીમિયમ ઇકોનોમી સર્વિસ ઓફર કરવાની યોજના ધરાવે છે. તે આ સર્વિસ માટે ટર્બોફન અને ટર્બો-સંચાલિત વિમાનો સહિત આધુનિક વિમાનોનો કાફલો તૈયાર કરશે.  

જેટવિંગ્સ એરવેઝના ચેરમેન સંજીવ નારાયણે એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે “અમે માનીએ છીએ કે UDAN યોજના હેઠળ કનેક્ટિવિટીમાં સુધારો કરીને અને નવી આર્થિક તકો ઊભી કરીને પૂર્વોત્તર ક્ષેત્ર પર નોંધપાત્ર અસર કરવાની અનન્ય તક છે.”  

LEAVE A REPLY