બિલિયોનેર ઇન્વેસ્ટર જ્યોર્જ સોરોસના ઓપન સોસાયટી ફાઇન્ડેશન્સ (OSF)એ હવે તેના 40 ટકા સ્ટાફને છૂટો કરવાની યોજના બનાવી છે. આ ફાઉન્ડેશન ત્રણ વર્ષમાં બીજા વખત મોટાપાયે છટણી કરી રહ્યું છે. કેટલાંક માનવ અધિકાર સંગઠનોએ પણ આ છટણી અંગે ચિંતા વ્યક્ત કરી છે. ઓપન સોસાસટી ફાઉન્ડેશન્સ એક માનવતાવાદી સંગઠન છે અને સોરોસે તેની કમાન તેમના પુત્રને સોંપી છે.
ઓપન સોસાયટી ફાઉન્ડેશન્સે જણાવ્યું હતું કે તેના બોર્ડ ઓફ ડિરેક્ટર્સે ફાઉન્ડેશન્સના ઓપરેટિંગ મોડલમાં નોંધપાત્ર ફેરફારોને મંજૂરી આપી છે. છટણી કરતી વખતે સ્થાનિક નિયમોનું પાલન કરાશે. જોકે છટણી ક્યારે અને કઇ જગ્યાએ થશે તેની સ્પષ્ટતા કરાઈ નથી. આ ફાઉન્ડેશન્સ હાલમાં આશરે 800 કર્મચારીઓ ધરાવે છે. તે 20 કરતાં વધુ દેશોમાં ઓફિસ પણ ધરાવે છે.
હ્યુમન રાઈટ્સ વોચના પૂર્વ વડા કેનેથ રોથે જણાવ્યું હતું કે આ છટણીથી માનવતાવાદી કાર્ય માટેના સપોર્ટમાં ઘટાડો ન થવાની ધારણા છે, પરંતુ OSF ભવિષ્યમાં ઓછી ગ્રાન્ટ આપે તેવી શક્યતા છે, કારણ કે સ્ટાફમાં ઘટાડો થવાથી અનેક નાની ગ્રાન્ટોનું સંચાલન કરવું મુશ્કેલ બને છે. હ્યુમન રાઇટ્સ ફંડર્સ નેટવર્કના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર કેલિયા મિલરે જણાવ્યું હતું કે અમે સામાજિક ન્યાયના આંદોલન અંગે સૌથી વધુ ચિંતિત છીએ. અમે ઓએસએફમાં નોકરી ગુમાવનારાઓની માનવતાને પણ ધ્યાનમાં લઈએ છીએ
આ મહિનાની શરૂઆતમાં OSFને જાહેરાત કરી હતી કે સોરોસ તેમના ફાઉન્ડેશનનું નિયંત્રણ તેના 37 વર્ષીય પુત્ર એલેક્સને સોંપી રહ્યા છે, જે ડિસેમ્બરમાં OSFના બોર્ડના વડા તરીકે ચૂંટાયા હતા.