. (ANI Photo)

ગૌતમ અદાણી દેવામાં ડુબેલા અનિલ અંબાણીના પાવર પ્લાન્ટ્સ ખરીદવાનું વિચારે છે. અનિલ અંબાણીના કોલસા આધારિત પાવર પ્લાન્ટ્સની હરાજી થવાની છે જેમાં ગૌતમ અદાણી બોલી લગાવી શકે છે. અનિલ અંબાણીની કંપનીઓ દેવું ભરવામાં નિષ્ફળ રહેતા ઈન્ડિયન બેન્કરપ્સી કોર્ટ દ્વારા તેની હરાજી કરવામાં આવશે. અદાણી જૂથે તાજેતરમાં 2.8 અબજ ડોલરની નવી મૂડી એકઠી કરી છે. અદાણીને વિદર્ભ ઈન્ડસ્ટ્રીઝ પાવર લિમિટેડની ખરીદીમાં રસ છે જેની પ્રમોટર તરીકે અનિલ અંબાણીની કંપની રિલાયન્સ પાવર છે. વિદર્ભ ઈન્ડસ્ટ્રીઝ મધ્ય ભારતમાં 600 મેગાવોટ વીજ ઉત્પાદનની ક્ષમતા ધરાવતા પ્લાન્ટ ધરાવે છે. 

અદાણી જૂથ જો અનિલ અંબાણીના પાવર પ્લાન્ટ ખરીદી શકશે તો તેની કોલ પાવર પ્રોજેક્ટની કેપેસિટી વધી જશે. સાથે સાથે ગ્રૂપના બિઝનેસ પર તે એક પોઝિટિવ અસર પણ પાડશે. હિન્ડનબર્ગ રિસર્ચના રિપોર્ટ પછી ફેબ્રુઆરી 2023 મહિનામાં અદાણી જૂથને મોટી અસર થઈ હતી અને તેની માર્કેટ વેલ્યૂ 150 અબજ ડોલર સુધી ઘટી ગઈ હતી. અનિલ અંબાણી દ્વારા વિદર્ભ ઈન્ડસ્ટ્રીઝની લીલામી કરવામાં આવશે તો તેમને મોટો ફટકો પડશે. 

એક સમયે તેઓ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના વડા મુકેશ અંબાણીની બરાબરીમાં આવી શકે તેવા ટોચના ઉદ્યોગપતિ હતા, પરંતુ કેટલાક અયોગ્ય નિર્ણયોના કારણે તેમણે ભારે ખોટ સહન કરવી પડી છે અને હવે તેઓ દેવું ઉતારવા માટે મથી રહ્યા છે. તાજેતરમાં ફેમાના નિયમોના ભંગના એક કેસમાં અનિલ અંબાણી અને તેમના પત્ની ટીના અંબાણીની ED દ્વારા પૂછપરછ કરવામાં આવી હતી. 

LEAVE A REPLY