મહારાષ્ટ્રમાં ખાતાઓની ફાળવણીમાં અજિત પવાર જૂથની એનસીપીનો દબદબો રહ્યો છે. શિવસેનાના ધારાસભ્યોનો જોરદાર વિરોધ હોવા છતાં નાયબ સીએમ અજિત પવારને નાણા અને પ્લાનિંગ મંત્રાલયનો હવાલો સોંપવામાં આવ્યો છે. આ ઉપરાંત એક પખવાડિયા પહેલા રાજ્યની કેબિનેટમાં સામેલ થયેલા એનસીપીના બીજા આઠ નેતાઓને પણ સહકાર અને કૃષિ જેવા મહત્ત્વના ખાતાની ફાળવણી કરવામાં આવી છે.
શુક્રવારે ખાતેની થયેલી ફાળવણીમાં રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના દિલીપ વાલસે પાટીલે સહકાર મંત્રાલય મળ્યું છે, જે અગાઉ ભાજપના અતુલ સેવ પાસે હતું. એનસીપીના ધનંજય મુંડેને કૃષિ ખાતુ મળ્યું છે, જે અગાઉ એકનાથ શિંદેની આગેવાની હેઠળના શિવસેનાના અબ્દુલ સત્તાર પાસે હતું. રાજ્યની પ્રધાનમંડળના વિસ્તારની પણ અટકળો હતો, પરંતુ શુક્રવારે કોઇ નવા પ્રધાનનો સમાવેશ કરાયો ન હતો. હવે એવા અહેવાલ છે કે મહારાષ્ટ્ર વિધાનસભાના ચોમાસુ સત્ર પછી કેબિનેટનું વિસ્તરણ થશે.
મુખ્યમંત્રી એકનાથ શિંદેની સરકારમાં હવે 28 કેબિનેટ પ્રધાનો છે, પરંતુ રાજ્ય કક્ષના એક પણ મંત્રી નથી. કેબનેટમાં મહત્તમ 43 સભ્યો રાખી શકાય છે. અજિત પવારના માત્ર નાણા મંત્રાલયને જ મળ્યું નથી, પરંતુ શિવસેના કેટલાંક પ્રધાનનો ખાતાઓ પણ એનસીપીને મળ્યાં છે. મુખ્યપ્રધાન શિંદે પોતે પાંચ મંત્રાલયનો હવાલો છોડી દીધો છે, જેમાં પીડબલ્યુડી, માર્કેટિંગ, ડિઝાસ્ટર મેનેજમેન્ટ, રીલીફ એન્ડ રિહેબિલેશન, લઘુતમી વિકાસનો સમાવેશ થાય છે. PWD (જાહેર ક્ષેત્રના ઉપક્રમો) શિવસેનાના દાદા ભુસેને જ્યારે જમીન અને જળ સંરક્ષણ ખાતા સંજય રાઠોડને આપવામાં આવ્યા હતા. કૃષિ ખાતુ ગુમાવનારા અબ્દુલ સત્તારને લઘુમતી વિકાસ ખાતાના પ્રધાન બનાવવામાં આવ્યા છે.