(istockphoto.com)

સિંગાપોરની સંસદમાં ભારતીય મૂળના ત્રણ પ્રતિષ્ઠિત વ્યક્તિઓને સંસદસભ્ય તરીકે નોમિનેટ કરાયા છે અને તેઓ આગામી મહિના શપથ લેશે. સંસદમાં કુલ નવ સભ્યોને નોમિનેટ કરાયા છે, તેમાંથી ભારતીય મૂળના સભ્યોમાં સિંગાપોર ઇન્ડિયન ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના ચેરમેન અને સિંગાપોર બિઝનેસ ફેડરેશનના કાઉન્સિલ સભ્ય નીલ પારેખ ઉર્ફે નિમિલ રજનીકાંત, પ્લુરલ આર્ટ મેગેઝિનના સહ-સ્થાપક અને નાન્યાંગ બિઝનેસ સ્કૂલના કોર્સ કો-ઓર્ડિનેટર ચંદ્રદાસ ઉષા રાની અને જાણીતા એડવોકેટ રાજ જોશુઆ થોમસનો સમાવેશ થાય છે.

સ્ટ્રેટ્સ ટાઇમ્સના અહેવાલ મુજબ સંસદસભ્યના હોદ્દા માટે વિચારણા માટે મૂકવામાં આવેલા કુલ 30 નામોમાંથી તત્કાલિન સ્પીકર ટેન ચુઆન-જિનની અધ્યક્ષતાવાળી સંસદની વિશેષ પસંદગી સમિતિએ નવ નોમિનેટેડ સાંસદોની પસંદગી કરી હતી.

24 જુલાઈએ પ્રેસિડન્ટ હલીમાહ યાકબ અઢી વર્ષની મુદત માટે તેમની નિયુક્તિ કરશે અને ઓગસ્ટમાં સંસદના સત્ર દરમિયાન તેઓ શપથ લેશે.

60 વર્ષીય પારેખ ટીકેહા કેપિટલના એશિયા, ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડના પાર્ટનર અને વડા છે. તેઓ પેગાસસ એશિયાના ચીફ એક્ઝિક્યુટિવ પણ છે. પેગાસસ સિંગાપોરમાં લિસ્ટિંગ ધરાવતી સ્પેશ્યલ પર્પઝ એક્વિઝિશન કંપની છે. તેમણે સિંગાપોરમાં નાણાકીય સાક્ષરતા વધારવામાં મદદ કરવા પર પર ધ્યાન કેન્દ્રીત કરતાં પ્રોગ્રામ ચાલુ કર્યા હતા. પારેખ હાલમાં મોનેટરી ઓથોરિટી ઓફ સિંગાપોરના એકમ ઇલેવાન્ડીના બોર્ડમાં ડાયરેક્ટર છે. પારેખ 10 વર્ષથી સિંગાપુરના નાગરિક છે અને 17 વર્ષથી અહીં રહે છે.

42 વર્ષના ચંદ્રદાસ પ્રથમ વખત સાંસદ તરીકે સેવા આપી રહ્યા છે. તેમણે 12 વર્ષ સુધી ટેક્સ વકીલ તરીકે કામ કર્યું છે. તેમણે જણાવ્યું હતું કે તેઓ કલા ક્ષેત્રને પ્રોત્સાહન આપવા સંબંધિત મુદ્દાઓને ઉકેલ લાવવા માગે છે.

43 વર્ષના થોમસ બીજી વખત સંસદસભ્ય બની રહ્યાં છે. તેઓ હાલમાં સિક્યોરિટી એસોસિયેશન સિંગાપોર (SAS)ના પ્રેસિડન્ટ છે. તેઓ લો સોસાયટીની ક્રિમિલ લિગર એઇડ સ્કીમ હેઠળ વકીલ તરીકે સ્વૈચ્છિક સેવા આપે છે.

LEAVE A REPLY

five + 12 =