કાઉટ્સના ચીફ એક્ઝિક્યુટિવ નાઇજેલ ફારાજના બેંક એકાઉન્ટ બાબતે ફેલાયેલા વિવાદ બાદ ખાનગી બેંક તેના ઉચ્ચ ધોરણોથી “નીચે પડી” હોવાનું સ્વીકાર્યા પછી કાઉટ્સના બોસ પીટર ફ્લાવલે રાજીનામું આપી દીધુ છે.
પીટર ફ્લાવેલે કાઉટ્સની પેરેન્ટ કંપનીના ચીફ એક્ઝિક્યુટિવ ડેમ એલિસન રોઝની વિદાયના બીજા જ દિવસે રાજીનામુ આપ્યું હતું. ઓસ્ટ્રેલિયામાં જન્મેલા વરિષ્ઠ બેંકર પીટર ફ્લાવલ 2016માં બિન-બ્રિટીશ ચીફ એક્ઝિક્યુટિવ તરીકે કાઉટ્સમાં જોડાયા હતા. નેટવેસ્ટ જૂથ કાઉટ્સની માલિકી ધરાવે છે ફરાજે પોતાના રાજકીય મંતવ્યોને કારણે પોતેના એકાઉન્ટ્સ બંધ કરી દીધા હતા.
ફ્લાવલે ગઈ કાલે કાઉટ્સની ખામીઓ માટે જવાબદારી લેતા જણાવ્યું હતું કે “મિસ્ટર ફરાજના કેસના સંચાલનમાં અમે બેંકના વ્યક્તિગત સેવાના ઉચ્ચ ધોરણોથી નીચે આવી ગયા છીએ. કાઉટ્સના CEO તરીકે યોગ્ય છે કે હું આ અંતિમ જવાબદારી ઉઠાવું છું અને પદ છોડી રહ્યો છું.”