પ્રતિક તસવીર (Photo by PAUL ELLIS/AFP via Getty Images)

જો સરકાર વધુ પગારની વાટાઘાટો માટે સંમત નહિં થાય તો ઇંગ્લેન્ડના વરિષ્ઠ ડોકટરો જુલાઈમાં બે દિવસની હડતાળ પાડ્યા બાદ હવે સપ્ટેમ્બરમાં ફરીથી હડતાળ કરવાની યોજના ધરાવે છે એમ તેમના યુનિયને તા. 7ના રોજ જણાવ્યું હતું.

વિક્રમી ફુગાવાને પહોંચી વળવા માટે પગાર વધારાની માંગણી કરનાર હેલ્થકેર વર્કર્સ દ્વારા NHS સેવાઓમાં વિક્ષેપ પાડવામાં આવ્યો હતો. આ વિવાદના પરિણામે હજારો હોસ્પિટલ એપોઇન્ટમેન્ટ્સ રદ કરાઇ છે. જેના કારણે NHS પર દબાણ વધી રહ્યું છે.

બ્રિટિશ મેડિકલ એસોસિએશન (BMA)ના કન્સલ્ટન્ટ્સ કમિટીના અધ્યક્ષ ડૉ. વિશાલ શર્માએ જણાવ્યું હતું કે NHSમાં કન્સલ્ટન્ટ-સ્તરના ડોકટરો 19 અને 20 સપ્ટેમ્બરે હડતાળ કરશે. BMA સ્ટેટ સેક્રેટરી છેલ્લી વખત મળ્યાને હવે 133 દિવસ થઈ ગયા છે. અમે ફરી એકવાર તેમને ટેબલ પર પાછા આવવા અપીલ કરીએ છીએ.

સરકારના ડિપાર્ટમેન્ટ ઓફ હેલ્થ એન્ડ સોશિયલ કેર (DHSC) ના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, “તે નિરાશાજનક છે કે કન્સલટ્ન્ટ્સે દર્દીઓને અસર કરતી વધુ હડતાલની તારીખોની જાહેરાત કરી છે અને તે NHS વેઇટીંગ લીસ્ટ ઘટાડવાના પ્રયત્નોને અવરોધે છે. અમે 6 ટકાનો પગાર વધારો આપીને સ્વતંત્ર પગાર સમીક્ષા સંસ્થાની ભલામણોને સંપૂર્ણ રીતે સ્વીકારી છે. આ પગાર વધારો અંતિમ છે.”

LEAVE A REPLY

1 × two =