(ANI Photo)

કેનેડાની નાગરિકતા માટે ઘણીવાર ટીકાઓનો સામનો કરી રહેલા બોલિવૂડ અભિનેતા અક્ષય કુમારને દેશના 77મા સ્વતંત્રતા દિવસે ભારતીય નાગરિકતા આપવામાં આવી છે. ભારતીય નાગરિકતાના દસ્તાવેજ શેર કરતા અક્ષયકુમારે જણાવ્યું હતું કે “દિલ ઔર નાગરિકતા, દોનો હિન્દુસ્તાની. સ્વતંત્રતા દિવસની શુભકામનાઓ! જય હિંદ!

અક્ષય કુમારને ઘણીવાર ‘કેનેડા કુમાર’ કહીને સોશિયલ મીડિયા પર ટ્રોલ કરાતો હતો. કેનેડાની નાગરિકતા પહેલા પણ અક્ષય પાસે ભારતની નાગરિકતા હતી. ફિલ્મો સારી ચાલી રહી ન હતી ત્યારે અક્ષય કેનેડામાં રહેવાનું વિચારી રહ્યો હતો. અક્ષયે એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે ‘થોડા વર્ષો પહેલા મારી ફિલ્મો સારી ચાલી રહી ન હતી અને લગભગ 14-15 ફિલ્મો ફ્લોપ રહી હતી, તેથી મેં વિચાર્યું કે કદાચ મારે બીજે જઈને કામ કરવું જોઈએ.’

અક્ષયે 2019માં જ ભારતીય નાગરિકતા પાછી મેળવવા માટે અરજી કરી હતી. અક્ષયે કહ્યું હતું કે, ‘મારા માટે ભારત જ સર્વસ્વ છે, મેં જે કંઈ કમાવ્યું છે, જે કંઈ મેળવ્યું છે તે અહીંથી છે. અને હું ભાગ્યશાળી છું કે મને પરત આપવાની તક મળી. જ્યારે લોકો કંઈપણ જાણ્યા વિના કંઈપણ કહે ત્યારે તમને ખરાબ લાગે છે.

LEAVE A REPLY