વોશિંગ્ટન ડીસીમાં ભારતના 77મા સ્વતંત્રતા દિવસની પૂર્વ સંધ્યાએ ઈન્ડિયા હાઉસ ખાતે ભારતીય રાષ્ટ્રધ્વજ ફરકાવામાં આવ્યો હતો. (ANI Photo)

વિશ્વભરના ભારતીયોએ મંગળવાર, 15 ઓગસ્ટે ભારતીય રાજદ્વારી મિશનમાં એકઠા થઈને ભારતના 77મા સ્વતંત્રતા દિવસની ઉત્સાહપૂર્વક ઉજવણી કરી હતી. વિદેશી ભારતીયોએ રાષ્ટ્રગીત અને દેશભક્તિના ગીતો ગાયા હતા તથા એકબીજાને અભિનંદન આપ્યાં હતા.

વોશિંગ્ટનમાં બાઇડન વહીવટીતંત્ર ભારતના 77મા સ્વતંત્રતા દિવસની ઉજવણીમાં ઇન્ડિયન અમેરિકનો સાથે જોડાયું હતું. યુએસ સ્ટેટ સેક્રેટરી એન્ટની બ્લિંકને કહ્યું હતું કે અમેરિકા અને ભારત વચ્ચેના દ્વિપક્ષીય સંબંધો પહેલા કરતા વધુ ગહન અને વધુ વિસ્તૃત છે.

ચીનના બેઇજિંગમાં ભારતીય ડાયસ્પોરા અને ભારતીય દૂતાવાસના અધિકારીઓએ સંયુક્ત રીતે સ્વતંત્રતા દિવસની ઉજવણી કરી હતી. શાંઘાઈમાં ભારતના કોન્સ્યુલ જનરલ એન. નંદકુમારે ત્રિરંગો ફરકાવ્યો હતો

ઓસ્ટ્રેલિયામાં હાઈ કમિશનર મનપ્રીત વોહરાએ પ્રેસિડન્ટ મુર્મુનું સંબોધન વાંચીને ત્રિરંગો ધ્વજ ફરકાવ્યો હતો. આ પ્રસંગે ભારતના વિવિધ ખૂણેથી આવેલા ઇન્ડિયન ડાયસ્પોરાએ ભારતમાં ઉછર્યા હતા તે સમયને વાતો વાગોળી હતી તથા ભારતની પ્રાદેશિક ભાષાઓમાં સુંદર કાર્યક્રમો રજૂ કર્યાં હતા. ઓસ્ટ્રેલિયન વડા પ્રધાન એન્થોની આલ્બાનીસે આ પ્રસંગે ઓસ્ટ્રેલિયામાં ભારતીય સમુદાયોને તેમની શુભેચ્છાઓ મોકલી હતી.

ફ્રાન્સના પ્રમુખ ઈમેન્યુઅલ મેક્રોને જણાવ્યું હતું કે સ્વતંત્રતા દિવસ પર ભારતીય લોકોને અભિનંદન પાઠવ્યાં હતા.
સિંગાપોરમાં કાર્યકારી હાઈ કમિશનર પૂજા એમ. ટિલ્લુએ ચાન્સરી ખાતે સ્વતંત્રતા દિવસની ઉજવણીમાં INS કુલિશના ક્રૂ સભ્યો તથા 1,000થી વધુ ભારતીય ડાયસ્પોરા અને સમુદાયનું નેતૃત્વ કર્યું કર્યું હતું. શ્રીલંકામાં હાઈ કમિશનર ગોપાલ બાગલે અને ભારતીય હાઈ કમિશનના અધિકારીઓએ ઈન્ડિયન પીસ કીપિંગ ફોર્સ (આઈપીકેએફ) મેમોરિયલને શ્રદ્ધાંજલિ આપી હતી.

LEAVE A REPLY

seven + 17 =