(ANI Photo)

બેન્ક ઓફ બરોડાએ ટેકનિકલ કારણોસર એક્ટર અને ભાજપના સાંસદ સની દેઓલના મુંબઈના જુહુ વિસ્તારમાં આવેલા બંગલાની હરાજીને નોટિસ સોમવારે પાછી ખેંચી લીધી હતી. અગાઉ રવિવારે હરાજીની જાહેરાત કરાઈ હતી.

અભિનેતાએ બેંકમાંથી મોટી લોન લીધી છે. તેને રૂ.56 કરોડ ચૂકવ્યા ન હતાં. બેંકે નોટિસ પાછી ખેંચી લેતા કોંગ્રેસે તેના પર સવાલો ઉઠાવ્યા હતા. શનિવારે બેંક ઓફ બરોડાએ સની દેઓલના વિલાની હરાજી અંગે એક જાહેરાત બહાર પાડી હતી. સનીએ બેંકમાંથી મોટી રકમની લોન લીધી હતી. આ લોન માટે તેણે મુંબઈના જુહુમાં ‘સની વિલા’ મોર્ગેજ પર આપ્યો હતો. તેના બદલે તેણે બેંકને લગભગ રૂ. 56 કરોડ રૂપિયા ચૂકવવાના હતા. આ લોન અને તેના પર વસૂલવામાં આવતા વ્યાજની વસૂલાત માટે બેંકે અભિનેતાની સંપત્તિની હરાજી કરવાનો નિર્ણય લીધો હતો. જાહેરાત અનુસાર, સની વિલાની હરાજી 25 સપ્ટેમ્બરે થવાની હતી. હરાજી માટે બેંક દ્વારા પ્રોપર્ટીની કિંમત 51.43 કરોડ રાખવામાં આવી હતી.

 

Leave a reply

  • Default Comments (0)
  • Facebook Comments