Risk of stroke with Pfizer's covid booster and flu dose
પ્રતિકાત્મક તસવીર (istockphoto)

કોવિડ-19ના ‘એરિસ’ વેરિઅન્ટના ફેલાવા બાદ આ શિયાળામાં NHS દ્વારા 12 મિલિયન લોકોને કોવિડ રસી મફત આપવામાં આવશે. મફત કોવિડ બૂસ્ટર માટે લઘુત્તમ વય 50 થી વધારીને 65 કરવામાં આવી છે. પરંતુ જે લોકો રસી માટે પાત્ર નહિં હોય તેવા લોકોને કોવિડ રસીનું પ્રથમ ફાર્માસિસ્ટ અને ખાનગી ક્લિનિક્સ દ્વારા નાણાં લઇને રસીનું વેચાણ કરવામાં આવશે. જો કે આ ઓટમમાં બૂસ્ટર ઝુંબેશ માટે હાઈ-સ્ટ્રીટ જેબ્સ સમયસર ઉપલબ્ધ થવાની શક્યતા ઓછી છે. પરંતુ આવતા વર્ષે તે ઉપલબ્ધ થઈ શકે છે.

સરકારના બે સપ્લાયરો મોડેર્ના અને ફાઈઝરે કહ્યું છે કે NHSને રસી સપ્લાય કરવી તે તેમની પ્રાથમિકતા છે. મોડેર્ના રસીનું ખાનગી વેચાણ કરવાની “સંભાવના અને સદ્ધરતાની શોધ કરી રહી છે”. આ માટે કદાચ રસી ભરેલી તૈયાર સિરીંજ વેચાણમાં આવે તેવી શક્યતા છે જેને બનાવવામાં સમય લાગશે.

કોવિડ રસીની કિંમત £15-20 રહેશે. બીજી તરફ ખાનગી ધોરણે લેવાતી ફ્લૂ જેબ્સની કિંમત £16થી £20 વચ્ચે છે. ભય એ છે કે એમઆરએનએ [કોવિડ] રસીઓ વધુ ખર્ચાળ હશે અને તેથી ઘણા લોકો માટે તે પરવડે તેમ નથી.

LEAVE A REPLY