ચાઈલ્ડ માઇન્ડિંગ એજન્સીમાં પત્ની અક્ષતા મૂર્તિના વ્યવસાયિક હિત અને શેર બાબતે જાહેરાત કરવામાં તેમની નિષ્ફળતા “ગૂંચવણમાંથી” ઊભી થઈ હતી અને તે “અજાણતા” કરી હતી એમ જણાવી કરેલા કોડ ભંગ બદલ વડા પ્રધાન ઋષિ સુનકે યુકેના પાર્લામેન્ટરી ઇન્સપેક્ટરની માફી માંગી છે.
પાર્લામેન્ટરી કમિશનર ફોર સ્ટાન્ડર્ડ્સ, ડેનિયલ ગ્રીનબર્ગે આરોપોની તપાસ શરૂ કરી હતી કે ચાઇલ્ડ માઇન્ડિંગ વર્કફોર્સમાં જોડાનારા લોકો માટે સરકારની નાણાકીય પ્રોત્સાહન યોજનાની ચર્ચા કરતી વખતે, સુનક એ જાહેર કરવામાં નિષ્ફળ ગયા કે તેમની પત્ની અક્ષતા સરકાર દ્વારા પસંદ કરાયેલી છ ચાઇલ્ડ માઇન્ડિંગ એજન્સીઓમાંની એકમાં શેર ધરાવે છે.
સુનકે સંસદીય વોચડોગને જણાવ્યું હતું કે તેણે મિનિસ્ટ્રીયલ રજીસ્ટર પર પોતાનું હિત હોવાની જાહેરાત કરી છે અને ગ્રીનબર્ગે તારણ કાઢ્યું છે કે તેઓ સંતુષ્ટ છે કે સુનકે પોતાની રુચિઓની ઘોષણાના ખ્યાલ સાથે નોંધણીના કોન્સેપ્ટની ભેળસેળ કરી છે.
સુનકે કમિશનરને લખેલા પત્રમાં લખ્યું હતું કે “હું આ અજાણતા થયેલી ભૂલો માટે માફી માંગુ છું અને સુધારણા માટેની તમારી દરખાસ્તની સ્વીકૃતિની પુષ્ટિ કરું છું. હું તમારી પુષ્ટિનું સ્વાગત કરું છું કે તમારી તપાસ રુચિઓની ઘોષણાઓથી સંબંધિત છે; તેમાં કોઈ પ્રશ્ન નથી કે મેં મારી પત્નીના શેરહોલ્ડિંગની યોગ્ય રીતે નોંધણી કરી છે. હું એ વાતનો પણ આભારી છું કે અમારી મદદરૂપ ચર્ચા દરમિયાન, તમે સ્વીકાર્યું કે 28 માર્ચ, 2023ના રોજ સંપર્ક સમિતિની સુનાવણી દરમિયાન, ઘોષણાના નિયમોનું પાલન કર્યું હતું. તે સમયે, મને કોરુ કિડ્સ અને ચાઇલ્ડમાઇન્ડર ગ્રાન્ટ્સ સ્કીમ પોલિસી વચ્ચેના જોડાણનો કોઈ ખ્યાલ નહોતો. સુનાવણી પછી જ મને લિંક વિશે જાણ થઈ હતી. જે 4 એપ્રિલ, 2023 ના રોજ લાયઝન કમિટીના અધ્યક્ષ સર બર્નાર્ડને લખેલા મારા પત્રમાં સૂચવવામાં આવી હતી.”
સરકારે જ્યારે પોલિસીની જાહેરાત કરી ત્યારે સરકારની વેબસાઈટ પર સૂચિબદ્ધ ઈંગ્લેન્ડમાં કોરુ કિડ્સ એ છ ચાઈલ્ડમાઇન્ડર એજન્સીઓમાંની એક હતી અને અક્ષતા મૂર્તિને કંપની હાઉસમાં બિઝનેસ માટે તાજેતરમાં ફાઈલ કરવામાં આવેલા પેપરવર્કમાં શેરહોલ્ડર તરીકે સૂચિબદ્ધ કરવામાં આવી હતી.