BAPS શ્રી સ્વામિનારાયણ મંદિર, લંડન ખાતે ગુરુવાર 7 સપ્ટેમ્બરના રોજ વિશ્વભરના હિંદુઓના પ્રિય દેવતા શ્રી કૃષ્ણ ભગવાનના જન્મોત્સવની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી.

ભક્તો અને મુલાકાતીઓએ દિવસભર મંદિરમાં પ્રાર્થના કરી શ્રી કૃ ષ્ણ ભગવાનને પારણે ઝુલાવ્યા હતા. તો પરંપરા મુજબ, ઉપરના ગર્ભગૃહમાં મંદિરો સમક્ષ અન્નકૂટ ગોઠવવામાં આવ્યો હતો.

શ્રી કૃષ્ણ જન્માષ્ટમીના શુભ અવસરે નીસડન મંદિરના વડા પૂ. યોગવિવેકદાસ સ્વામીએ શ્રીમદ ભગવદ્ ગીતામાંથી શ્રી કૃષ્ણ ભગવાનના કાલાતીત ઉપદેશો ટાંકીને અર્જુન અને ભગવાન શ્રી કૃષ્ણ વચ્ચેના સંબંધ અને ગીતાના જ્ઞાનને રોજિંદા જીવનમાં કેવી રીતે લાગુ કરી શકાય તે વિષે વાત કરી હતી.

બાળકો, યુવાનો અને સંતોએ આરતી સાથે શ્રી કૃષ્ણ ભગવાનના દિવ્ય જન્મને ચિહ્નિત કર્યો હતો.

LEAVE A REPLY