પાંચ રાજ્યો વિધાનસભાઓની ચૂંટણીઓ 7 થી 30 નવેમ્બર વચ્ચે યોજાશે અને 3 ડિસેમ્બરે રિઝલ્ટ જાહેર થશે. આગામી વર્ષે લોકસભાની ચૂંટણી પહેલા પાંચ રાજ્યોની આ ચૂંટણીને વ્યાપકપણે ‘સેમીફાઇનલ’ તરીકે જોવામાં આવે છે. હાલમાં રાજસ્થાન, છત્તીસગઢમાં કોંગ્રેસનું શાસન છે, જ્યારે મધ્યપ્રદેશમાં ભાજપનું શાસન છે.
2023ની મધ્યપ્રદેશ વિધાનસભા ચૂંટણી એક જ તબક્કામાં 17 નવેમ્બરે યોજાશે, ત્યારબાદ રાજસ્થાનમાં 23 નવેમ્બરે અને તેલંગાણામાં 30 નવેમ્બરે મતદાન થશે.
મિઝોરમમાં 7 નવેમ્બરના રોજ મતદાન સાથે થશે. નક્સવાદગ્રસ્ત છત્તીસગઢમાં બે રાઉન્ડમાં ચૂંટણી યોજાશે. પ્રથમ રાઉન્ડમાં 7 નવેમ્બરે અને બીજા રાઉન્ડમા 17 નવેમ્બરે ચૂંટણી યોજાશે. તમામ રિઝલ્ટની જાહેરાત 3 ડિસેમ્બરે થશે. ચૂંટણીના આ રાઉન્ડમાં અંદાજે 16.1 કરોડ લોકો તેમના મતદાનનો ઉપયોગ કરશે.
2018ની ચૂંટણીમાં છત્તીસગઢ, રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં કોંગ્રેસનો વિજય થયો હતો, જોકે જ્યોતિરાદિત્ય સિંધિયા અને શાસક પક્ષના લગભગ બે ડઝન ધારાસભ્યોએ ભાજપમાં પ્રવેશ્યા પછી બાદમાં કોંગ્રેસે મધ્યપ્રદેશમાં સરકાર ગુમાવી હતી. છત્તીસગઢમાં કોંગ્રેસે 68 બેઠકો જીતી હતી જ્યારે ભાજપે માત્ર 15 બેઠકો જીતી હતી. રાજ્યમાં વિધાનસભામાં 90 બેઠકો છે અને બહુમતીનો આંકડો 46 છે.
રાજસ્થાન વિધાનસભાની 200 બેઠકોમાંથી (બહુમતી આંક = 101), છે. અગાઉની ચૂંટણીમાં કોંગ્રેસે 100 અને ભાજપે 73 બેઠકો જીતી હતી. કોંગ્રેસે આખરે સરકારની રચના કરી હતી અને અશોક ગેહલોતને મુખ્યમંત્રી બન્યાં હતા.
એકમાત્ર દક્ષિણી રાજ્ય તેલંગાણામાં 119 બેઠકો છે. બહુમતીનો આંકડો 60 છે. મુખ્ય પ્રધાન કે ચંદ્રશેખર રાવની ભારત રાષ્ટ્ર સમિતિએ 2018માં પ્રચંડ બહુમતી મેળવી હતી – તેને 88 બેઠકો જીતી હતી. કોંગ્રેસ 19 સાથે બીજા ક્રમે અને અસદુદ્દીન ઓવૈસીની AIMIM સાત સાથે ત્રીજા ક્રમે હતી. ભાજપે માત્ર એક વિધાનસભા બેઠક જીતી હતી.
મિઝોરમમાં મિઝો નેશનલ ફ્રન્ટે રાજ્યની 40 બેઠકોમાંથી 27 બેઠકો જીતીને 2018ની ચૂંટણીમાં સફળતા મેળવી હતી. કોંગ્રેસને માત્ર ચાર અને ભાજપને એક જીત મળી હતી. બાકીના અપક્ષ ઉમેદવારોએ જીત્યા હતા.
છત્તીસગઢ, મધ્યપ્રદેશ, રાજસ્થાન અને તેલંગાણા વિધાનસભાનો કાર્યકાળ આવતા વર્ષે જાન્યુઆરીમાં સમાપ્ત થાય છે, જ્યારે મિઝોરમનો કાર્યકાળ ડિસેમ્બરમાં પૂરો થાય છે.