સમન્વય પરિવાર લંડન દ્વારા સંસ્થાના સ્થાપક પ. પૂ. મહામંડલેશ્વર સ્વામી શ્રી સત્યમિત્રાનંદ ગિરીજીના શિષ્ય અને હિન્દુ ધર્મ આચાર્ય સભા, સમન્વય સેવા ટ્રસ્ટ, અને ભારત માતા જનહિત ટ્રસ્ટ, હરિદ્વારના અધ્યક્ષ પ.પૂ. આચાર્ય અવધેશાનંદ ગિરિજી મહારાજ સાથે આધ્યાત્મિક વાર્તાલાપના કાર્યક્રમનું આયોજન તા 8મી ઑક્ટોબરના રોજ સાંજે કડવા પાટીદાર સેન્ટર હેરો ખાતે કરવામાં આવ્યું હતું.

વૈશ્વિક સ્તરે પ્રસિદ્ધ આધ્યાત્મિક જ્ઞાની અને આદરણીય ગુરુ એવા પૂજ્ય અવધેશાનંદ ગિરિજી મહારાજનું જીવન આધ્યાત્મિકતાના માર્ગ પર માર્ગદર્શન આપવા માટે સમર્પિત છે અને તેમણે વિશ્વભરમાં અસંખ્ય વ્યક્તિઓને પ્રેરણા આપી છે. તેઓ શાંતિના વૈશ્વિક રાજદૂત અને સંયુક્ત રાષ્ટ્રમાં આધ્યાત્મિક દૂત તરીકે પણ સેવા આપે છે. (વધુ અહેવાલ આવતા અંકે)

LEAVE A REPLY

20 − 12 =