સર્વિસ ક્ષેત્રની ઊંચી વૃદ્ધિને પગલે ઓગસ્ટમાં યુકેના અર્થતંત્રમાં મજબૂત સુધારો થયો હતો. દેશની જીડીપીમાં ઓગસ્ટ દરમિયાન 0.2 ટકા વૃદ્ધિ જોવા મળી હતી. આની સામે જુલાઈમાં જીડીપીમાં 0.6 ટકાનો વધારો થયો હતો, એમ એમ ઓફિસ ફોર નેશનલ સ્ટેટિસ્ટિક્સે એક નિવેદનમાં જણાવ્યું હતું. નાણા પ્રધાન જેરેમી હંટે જીડીપી વૃદ્ધિના ડેટાનું સ્વાગત કર્યું હતું.
ઓએનએસના આર્થિક આંકડાશાસ્ત્રના ડિરેક્ટર ડેરેન મોર્ગને જણાવ્યું હતું કે અમારો પ્રારંભિક અંદાજ સૂચવે છે કે ઓગસ્ટમાં જીડીપીમાં થોડો વધારો થયો હતો, જેની આગેવાની સેવાઓમાં મજબૂત વૃદ્ધિ હતી જે ઉત્પાદન અને બાંધકામમાં ઘટાડા દ્વારા આંશિક રીતે સરભર થઈ હતી.
નિવેદનમાં જણાવ્યું હતું કે કોરોના મહામારી પછી યુકેનું અર્થતંત્ર ફ્રાન્સ અને જર્મની કરતાં વધુ સારી વૃદ્ધિ નોંધાવી રહ્યું છે તથા આજના ડેટા દર્શાવે છે કે અર્થતંત્ર ધારણા કરતાં વધુ મજબૂત છે. આ એક સારો સંકેત છે, પરંતુ હજુ પણ ફુગાવાને નાથવાની જરૂર છે જેથી કરીને આપણે ટકાઉ વૃદ્ધિને લાવી શકીએ છે. યુકેમાં ફુગાવાનો દર 6.7 ટકા છે. જે જી-સેવન ધનિક દેશોમાં સૌથી વધુ છે.