વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે પિથોરાગઢના પાર્વતી કુંડમાં પ્રાર્થના કરી હતી. (ANI Photo)

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે ​​ઉત્તરાખંડના પિથોરાગઢ જિલ્લામાં હિંદુઓના પવિત્ર સ્થળ ગૌરી કુંડમાં પૂજા અર્ચના કરી હતી અને આદિ કૈલાશના દર્શન કર્યા હતા. મોદીએ પોતાના હેલિકોપ્ટરમાંથી ઓમ પર્વતની ઝલક પણ મેળવી હતી.

મોદીએ સરહદી રાજ્ય ઉત્તરાખંડની તેમની દિવસભરની મુલાકાતની શરૂઆત આદિ કૈલાશ શિખરની ઝલક સાથે કરી હતી, જે શિવનું નિવાસસ્થાન માનવામાં આવે છે. તેમણે પરંપરાગત પોશાક સફેદ પાઘડી અને ‘રંગા’ (ઉપરના શરીરના વસ્ત્રો) પહેર્યાં હતા.

વડાપ્રધાને જોલિંગકોંગમાં પાર્વતી કુંડના કિનારે આવેલા શિવ પાર્વતી મંદિરમાં પણ આરતી કરી હતી અને આદિ કૈલાશ શિખરની સામે હાથ જોડી ધ્યાન કર્યું હતું. તેઓ ગુંજી ગામ પહોંચ્યા અને સ્થાનિક લોકો સાથે વાતચીત કરી હતી.
મોદી ભગવાન શિવની આરતી કરતા અને ઢોલ અને શંખ વગાડતા જોવા મળ્યા હતા. સાથે જ વડાપ્રધાનની મુલાકાત માટે કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. જણાવી દઈએ કે, આજે સવારે વડાપ્રધાન મોદી સૌથી પહેલા સરહદી જિલ્લા પિથોરાગઢના જિયોલિંગકોંગમાં ઉતર્યા હતા, ત્યારબાદ વડાપ્રધાન મોદી ઉત્તરાખંડ સાથેની ભારત-ચીન બોર્ડર પર આદિ કૈલાસ પહોંચ્યા હતા, જ્યાં પીએમ મોદીએ આદિ કૈલાસના દર્શન કર્યા હતા અને પૂજા કરી હતી.

આદિ કૈલાશ અને ઓમ પર્વતને પવિત્ર સ્થળ માનવામાં આવે છે. હિન્દુ પૌરાણિક કથાઓ અનુસાર પંચ કૈલાસમાંનું એક છે. આદિ કૈલાશ ઓમ પર્વત પર કુદરતી એક ચમત્કાર જોવા મળે છે. આ પર્વતમાં એક શાશ્વત “ઓમ” ના આકારમાં બરફ પડેલો છે. આ પર્વત શિખર એટલું પવિત્ર છે કે તેને ભારતનો કૈલાસ પર્વત માનવામાં આવે છે. આદિ કૈલાસને તેના બીજા નામ છોટા કૈલાશથી પણ ઓળખવામાં આવે છે.

LEAVE A REPLY

1 + eleven =