તમને શ્રેષ્ઠ કાળજી મળે તે માટે તમારી GP પ્રેક્ટિસ સાથે ઓનલાઈન, ફોન દ્વારા અથવા રૂબરૂમાં સંપર્કમાં રહેવાની ઘણી બધી રીતો છે

યોગ્ય હેલ્થ પ્રોફેશેનલ પાસેથી તમારી યોગ્ય સાર-સંભાળ મેળવવા માટે તમારી રિસેપ્શન ટીમ પર વિશ્વાસ કરો. વધુ માહિતી માટે nhs.uk/GPservices પર જાઓ.

તમને અથવા કુટુંબના સભ્યને સૌથી વધુ કાર્યક્ષમ સાર-સંભાળ મળી શકે તે માટે એનએચએસ માટેની નવી આમૂલ યોજનાઓ ઇંગ્લેન્ડમાં GP સર્જરીઓ થકી બહાર પાડવામાં આવી રહી છે, જે હવે હેલ્થ પ્રેક્ટિશનરોની વિશાળ શ્રેણી સાથે કામ કરી રહી છે.

GP સર્જરીઓમાં 29,000થી વધુ નવા હેલ્થ કેર સ્ટાફના સમાવેશનો અર્થ એ છે કે વધુ દર્દીઓને પ્રથમ વખત યોગ્ય હેલ્થ પ્રોફેશનલ પાસેથી જોઈતી સાર-સંભાળ મળશે અને તેનાથી એ ખાતરી કરવામાં મદદ થશે કે જરૂરિયાતવાળા બધા માટે GPની એપોઇન્ટમેન્ટ્સ ઉપલબ્ધ થશે.

જ્યારે તમે, તમારી GP સર્જરી ટીમને ફોન દ્વારા અથવા રૂબરૂમાં મદદ માટે વિનંતી કરશો, ત્યારે તાલીમ પામેલા રિસેપ્શનિસ્ટ તમને શું મદદ જોઇએ છે તે વિશે કેટલાક મૂળભૂત પ્રશ્નો પૂછશે. તેઓ તમને યોગ્ય હેલ્થ પ્રોફેશનલ સાથે – જેવા કે ફિઝિયોથેરાપિસ્ટથી મેન્ટલ હેલ્થ પ્રેક્ટિશનર્સ, કેર કોઓર્ડિનેટર્સથી હેલ્થ એન્ડ વેલબીઇંગ કોચ, ફાર્માસિસ્ટથી નર્સો સાથે જોડવામાં સક્ષમ બનાવે છે.

આખરે, જો તમને પીઠ અથવા રમતગમતની ઈજા માટે ફિઝિયોથેરાપીની જરૂર હોય, તો એક ફિઝિયો જ મદદરૂપ બની શકે અને તે માટે તમારે GP સાથે વાત કરવાની જરૂર નથી. GP પ્રેક્ટિસમાં જ નિષ્ણાતોની વિશાળ ટીમ ઉપલબ્ધ હોવાનો અર્થ એ છે કે તમે ઘણીવાર યોગ્ય હેલ્થ પ્રફેશનલને પહેલા અને ઘણી વખત વધુ ઝડપથી મળી શકો છો, બીજી તરફ જેમને સંભાળની સૌથી વધુ જરૂર હોય તેવા દર્દીઓ સાથે GP પોતાનો વધુ સમય વિતાવી શકે છે.

આ આધુનિકીકરણ ઉપરાંત, હવે તમે તમારી GP સર્જરીનો સંપર્ક કરી શકો તેવી નવી રીતો પણ છે. ફોન કરવા અથવા રૂબરૂ મુલાકાત લેવાની સાથે, તમે એપોઇન્ટમેન્ટ, સલાહ અથવા અન્ય પ્રકારની મદદની વિનંતી કરવા માટે તમારી પ્રેક્ટિસની વેબસાઇટ પર ઑનલાઇન ફોર્મનો ઉપયોગ કરી શકો છો. તમે ઓનલાઈન ફોર્મ પર ફક્ત થોડા પ્રશ્નોના જવાબ આપો અને ‘સેન્ડ’ પર ક્લિક કરો. જીપી પ્રેક્ટિસની ટીમ તમારી વિનંતીનું મૂલ્યાંકન કરશે અને શક્ય તેટલી વહેલી તકે તમારો સંપર્ક કરશે.

ભલે તમે ઓનલાઈન, ટેલિફોન દ્વારા કે રૂબરૂમાં કેર માટે વિનંતી કરી હોય – જીપીની ટીમ ખાતરી કરશે કે તમને જોઈતી મદદ મળે.

તમારી GP સર્જરીમાં કામ કરતા કેટલાક હેલ્થ પ્રફેશનલ્સ

રિસેપ્શન ટીમ: તમારી પ્રેક્ટિસની રિસેપ્શન ટીમના સ્ટાફને તમારી GP સર્જરી અને તમારા વિસ્તારમાં તમને મળે તેવી તમામ સેવાઓ વિશે જાણવા માટે ખાસ તાલીમ આપવામાં આવે છે. તમારા દ્વારા અપાતી તમામ માહિતી તેમને તમારી જરૂરિયાતોનું મૂલ્યાંકન કરવા અને તમને યોગ્ય પ્રકારની સાર-સંભાળ મળે તેની ખાતરી કરવા સક્ષમ બનાવે છે, પછી ભલેને તમે કેવી રીતે તેમના સંપર્કમાં આવ્યા હો. તમે તેમને જે કહો છો તે બધું તેઓ ગોપનીય રાખે છે.

તેઓ તમને આ રીતે મદદ કરી શકે છે:

  • શક્ય તેટલી ઝડપથી યોગ્ય હેલ્થ પ્રફેશનલ સાથે તમને એપોઇન્ટમેન્ટ મેળવી આપે છે.
  • તમે GP રેફરલ વડે કઇ સેવાઓને ઍક્સેસ કરી શકો છો તેની ઓળખ આપે છે.
  • જેના વિશે તમે કદાચ જાણતા ન હો તેવી નવા પ્રકારની સાર-સંભાળ અથવા સેવાઓ માટે એપોઇન્ટમેન્ટ અપાવે છે.

કેર કોઓર્ડિનેટર્સ: કેર કોઓર્ડિનેટર એવા લોકો સાથે કામ કરે છે જેમને હેલ્થ એન્ડ કેર સીસ્ટમની આસપાસ તેમનો માર્ગ શોધવા માટે વધારાના સમર્થનની જરૂર પડી શકે છે, જેઓ તેમને યોગ્ય સમયે યોગ્ય સેવાઓ અથવા પ્રોફેશનલ્સ સાથે જોડવામાં મદદ કરે છે. લોકોને તેમની સંભાળ મળી રહે તેમાં મદદ કરવા માટે સમર્થન ઉપલબ્ધ રહે તેની ખાતરી કરવા માટે કેર કોઓર્ડિનેટર સંપર્કના કેન્દ્રિય બિંદુ તરીકે કામ કરે છે.

તેઓ તમને આ રીતે મદદ કરી શકે છે:

તમારી હેલ્થ અને કેર વિશે આગામી વાતચીત માટે તમને તૈયાર કરે છે.

તમારી હેલ્થ અને કેરની જરૂરિયાતોનું નિરીક્ષણ કરે છે અને કોઈપણ ફેરફારોનો પ્રતિસાદ આપે છે.

તમારી કેરને સમજવા અને તેનું સંચાલન કરવા માટે તમને સહાય કરે છે.

સોસ્યલ પ્રિસ્ક્રાઇબિંગ લિંક વર્કર્સ: સોસ્યલ પ્રિસ્ક્રાઇબિંગ લિંક વર્કર્સ લોકોને તેમની તબીબી ટીમ સાથે કામ કરીને તેમની સામાજિક, ભાવનાત્મક અને શારીરિક સુખાકારી પર ધ્યાન કેન્દ્રિત કરવામાં મદદ કરે છે. તેઓ લોકોને તેમના માટે શું મહત્વનું છે તેના પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે સમય આપે છે, તેમને સ્થાનિક જૂથો અને સેવાઓ સાથે વ્યવહારિક અને ભાવનાત્મક સમર્થનની શ્રેણી સાથે જોડવામાં મદદ કરે છે. આમાં શારીરિક પ્રવૃત્તિઓ અને સામાજિક જૂથો, વોલંટીયરીંગ અને બાગકામ, અથવા દેવું અને હાઉસિંગ સલાહ પણ શામેલ હોઈ શકે છે.

તેઓ તમને આ રીતે મદદ કરી શકે છે:

તમારા સ્વાસ્થ્ય અને સુખાકારીનું સંચાલન કરવામાં તમને સહાય કરે છે.

તમારા માટે શું મહત્વનું છે તેના પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે તમને સમય આપે છે.

સપોર્ટ સેવાઓ અને પ્રવૃત્તિઓને ઍક્સેસ કરવામાં તમને મદદ કરે છે.

ફિઝિયોથેરાપિસ્ટ: જનરલ પ્રેક્ટીસમાં સેવા આપતા ફિઝિયોથેરાપિસ્ટ મસ્ક્યુલોસ્કેલેટલ પરિસ્થિતિઓના નિષ્ણાત હોય છે. તેઓ જટિલ સ્નાયુઓ અને સાંધાઓની પરિસ્થિતિઓની શ્રેણીનું મૂલ્યાંકન, નિદાન અને સારવાર કરી શકે છે, જે હોસ્પિટલ ટીમને રેફરલની જરૂર પડે તેવી સંભાવનાને ઘટાડે છે. તેઓ જરૂર પડ્યે વધુ સારવાર, તપાસ અને નિષ્ણાતો સુધી પહોંચવાની વ્યવસ્થા પણ કરી શકે છે.

તેઓ તમને આ રીતે મદદ કરી શકે છે:

સ્નાયુ અને સાંધાની પરિસ્થિતિનું નિદાન અને સારવાર.

તમારી સ્થિતિને કેવી રીતે સાચવવી તેની તમને સલાહ આપે છે.

તમને સ્પોશ્યાલીસ્ટ સર્વિસીસ માટે રેફરન્સ આપે છે.

ક્લિનિકલ ફાર્માસિસ્ટ: તમારી GP સર્જરીમાં ક્લિનિકલ ફાર્માસિસ્ટ દવાઓના નિષ્ણાત હોય છે અને લોકોને શક્ય તેટલું સારા રહેવામાં મદદ કરી શકે છે. તેઓ અસ્થમા, ડાયાબિટીસ અને હાઈ બ્લડ પ્રેશર જેવી લાંબા ગાળાની સ્થિતિઓ ધરાવતા લોકોને અથવા બહુબધી દવાઓ લેનારા કોઈપણને તેમની દવા કામ કરી રહી છે કે કેમ તેની ખાતરી કરવા માટે મદદ કરી શકે છે. ઘણા ક્લિનિકલ ફાર્માસિસ્ટ દવાઓ પણ લખી શકે છે.

તેઓ તમને આ રીતે મદદ કરી શકે છે:

તમારી દવાઓની સમીક્ષા કરે છે.

સંમત થાય છે અને તમારા પ્રિસ્ક્રિપ્શનોમાં ફેરફાર કરી શકે છે.

દવાઓ અને સંભવિત આડઅસરો વિશે સલાહ આપે છે.

“ઓનલાઈન પેશન્ટ સર્વિસીસ દ્વારા હું તમારા જીપીનો સંપર્ક કરવાની ભલામણ કરીશ.”

48 વર્ષની હેન્ના અંસારી એન્જાઇના, હાયપરટેન્શન, ક્રોનિક અસ્થમા અને હાઇપોથાઇરોડિઝમથી પીડાય છે અને તેણી ખાતરી કરે છે કે તે તેનુ રીપીટ પ્રસિક્રીપ્શન નિયમિતપણે લે, જે તેના સ્વાસ્થ્ય માટે મહત્વપૂર્ણ છે.

બે અઠવાડિયાની હોલીડે બાદ ઘરે પરત ફરતી વખતે, તેણે કમનસીબે તેની દવાઓ સાથેની બેગ ગુમાવી દીધી હતી. “હું મારી દવાઓ વિશે એટલી ચિંતિત હતી કે જ્યારે હું હોલીડે પર જવા નીકળી ત્યારે મારી પાસે ઘરે એટલી જ દવાઓ હતી જે હું જ્યારે પાછી આવુ ત્યારે થોડા દિવસો સુધી ટકી શકે.

“મેં નક્કી કર્યું કે આ સમસ્યા હલ કરવાનો શ્રેષ્ઠ અને સહેલો રસ્તો એ છે કે તેમની ઓનલાઈન પેશન્ટ સિસ્ટમ દ્વારા મારી GP પ્રેક્ટિસનો સંપર્ક કરવો. તે ફોર્મ ભરવાનું ખરેખર સરળ હતું. થોડા કલાકોમાં, GP સર્જરી ક્લિનિકલ ફાર્માસિસ્ટે મને ફોન કર્યો અને અમે હું જે સમસ્યાનો સામનો કરતી હતી તેની ચર્ચા કરી, અને મારા આગામી રીપીટ પ્રિસ્ક્રિપ્શનનો સમય આવે  ત્યાં સુધી મને જરૂર હતી તે બધી દવાઓનું પ્રિસ્ક્રિપ્શનન આપવામાં આવ્યું.

“મને ખૂબ જ આનંદ સાથે આશ્ચર્ય થયું કે આખી પ્રક્રિયા કેટલી સરળ અને ઝડપી હતી. ફોન દ્વારા કૉલ કરીને લાઇનમાં ઊભા રહેવાને બદલે, હું તમારા જીપીનો તેમની ઑનલાઇન પેશન્ટ સર્વિસ દ્વારા સંપર્ક કરવાની ખૂબ ભલામણ કરીશ.”

LEAVE A REPLY

3 × four =