સમગ્ર યુરોપિયન યુનિયનના દેશોની સરકારોએ તાજેતરમાં જણાવ્યું હતું કે, ઇસ્લામિક હુમલાઓના કારણે સતત મુશ્કેલીઓ આવ્યા પછી, સભ્ય દેશોએ માઇગ્રન્ટ્સ અને આશ્રય શોધનારાઓની ચકાસણી વધુ સારી રીતે કરવી જોઈએ અને સલામતી માટે જોખમી લોકોનો ઝડપથી દેશનિકાલ કરવો જોઈએ. બ્રસેલ્સ અને ફ્રાન્સમાં ઘાતક હુમલાઓ પછી શું પગલાં લેવા અને ઇઝરાયેલ-હમાસ ઘર્ષણથી સંબંધિત સુરક્ષા વ્યવસ્થા ચિંતિત બનતા તે અંગે ચર્ચા કરવા માટે તાજેતરમાં લક્ઝમબર્ગમાં ઇયુ દેશોના ગૃહ અને ન્યાય બાબતોના પ્રધાનોની મીટિંગ મળી હતી.

ઇયુ માઇગ્રેશન કમિશ્નર યલ્વા જોહાન્સ્સને જણાવ્યું હતું કે, “અમે એ સુનિશ્ચિત કરી રહ્યા છીએ કે, યુરોપિયન યુનિયન ત્રાસવાદી જોખમોથી સુરક્ષિત છે, તે અત્યંત જરૂરી છે. જે લોકો યુરોપિયન યુનિયનની સુરક્ષા માટે જોખમ ઊભું કરે છે તેમને ઝડપથી તેમના વતનમાં પરત મોકલવાની જરૂર છે. આપણે એ પણ ખાતરી કરવાની જરૂર છે કે આપણી પાસે કોઈ હિંસક ઇસ્લામોફોબિયા નથી, જેથી આપણા તમામ નાગરિકો યુરોપિયન યુનિયનમાં સુરક્ષિત અનુભવ કરી શકે.”
યુરોપિયન યુનિયનની માઇગ્રેશન અને આશ્રય નીતિઓ અંગે આ વર્ષ સુધીમાં નિર્ણય લેવામાં આવે તેવી અપેક્ષા છે. તે માટે કહેવાય છે કે, તેમાં ગુનાઇત રેકોર્ડ ધરાવતા વિદેશીઓને ઝડપથી તેમના દેશમાં પરત મોકલવા સહિતના સંજોગોમાં સુધારો કરાશે.

LEAVE A REPLY