પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

નેશનલ કાઉન્સિલ ઓફ એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ (NCERT)ના પુસ્તકોમાં હવે ઇન્ડિયાને જગ્યાએ ‘ભારત’ લખવામાં આવશે. આ અંગે તાજેતરમાં NCERTની સમિતિએ સર્વાનુમતે નિર્ણય કર્યો હતો. આ માટે NCERTએ 19 સભ્યોની રાષ્ટ્રીય અભ્યાસક્રમ અને અધ્યાપન સામગ્રી સમિતિ (NSTC)ની રચના કરી હતી.

દેશમાં વિપક્ષી ગઠબંધને તેનું નામ બદલીને I.N.D.I.A. રાખ્યા બાદ આ મુદ્દે સતત ચર્ચા ચાલી રહી છે. NCERT પેનલ સમક્ષ આ અંગેની દરખાસ્ત રજૂ કરવામાં આવી હતી, જેને સર્વસંમતિથી સ્વીકારી લેવાઇ હતી. પેનલના સભ્યોમાંથી જણાવવામાં આવ્યુ હતું કે આ દરખાસ્ત થોડા મહિના પહેલા જ કરવામાં આવી હતી જેને હવે સ્વીકારી લેવામાં આવી છે. આ ઉપરાંત સમિતિએ પ્રાચીન ઈતિહાસની જગ્યાએ શાસ્ત્રીય ઈતિહાસનો સમાવેશ કરવાની ભલામણ પણ કરી હતી.

સરકારે G20 આમંત્રણપત્રિકમાં પ્રેસિડન્ટ ઓફ ઇન્ડિયાની જગ્યાએ પ્રેસિડન્ટ ઓફ ભારત લખ્યું ત્યારે ભારત નામનો પ્રથમ વખત સત્તાવાર ઉપયોગ થયો હતો. નવી દિલ્હીમાં સમિટ દરમિયાન વડા પ્રધાન નરેન્દ્ર મોદીની નેમપ્લેટમાં પણ ઇન્ડિયાને બદલે “ભારત” લખવામાં આવ્યું હતું.

LEAVE A REPLY