પ્રતિક તસવીર: (Photo by HENRY NICHOLLS / AFP) (Photo by HENRY NICHOLLS/AFP via Getty Images)

શનિવારે તા. 21ના રોજ સેન્ટ્રલ લંડનમાં પેલેસ્ટાઈન સોલિડેરિટી કેમ્પેઈન દ્વારા આયોજિત “નેશનલ માર્ચ ફોર પેલેસ્ટાઈન” વિરોધ પ્રદર્શનમાં લગભગ લાખેક લોકોએ ભાગ લઇને ગાઝામાં તાત્કાલિક યુદ્ધવિરામની માંગ કરી હતી. તેમણે “ફ્રી પેલેસ્ટાઈન” ના નારા લગાવી બેનરો તથા પેલેસ્ટિનિયન ધ્વજ લહેરાવી ડાઉનિંગ સ્ટ્રીટ ખાતે દેખાવો કર્યા હતા. શાંતિપૂર્ણ વિરોધ પ્રદર્શન દરમિયાન પોલીસે 10 લોકોની ધરપકડ કરી હતી.

ઘણા ગીતો અને બેનરો દ્વારા ઇઝરાયેલ વિરોધી સૂત્રોચ્ચારો કરાયા હતા. એક વિરોધકર્તાએ વડા પ્રધાન ઋષિ સુનક, યુએસ પ્રમુખ જો બાઇડેન અને ઇઝરાયેલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહુની તસવીરો સાથેનું બેનર પકડી તેમને “યુદ્ધ અપરાધો માટે વોન્ટેડ” કહ્યા હતા.

પોલીસે કૂચ પહેલા ચેતવણી આપી હતી કે બ્રિટનમાં આતંકવાદી સંગઠન તરીકે પ્રતિબંધિત હમાસનું સમર્થન કરનાર કોઈપણ વ્યક્તિની ધરપકડનો કરાશે અને અપ્રિય ગુનાની કોઈપણ ઘટનાને સહન કરવામાં આવશે નહીં.

LEAVE A REPLY

11 − one =