વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુરુવારે મહારાષ્ટ્રમાં સ્થિત પ્રસિદ્ધ શ્રી સાંઈબાબા મંદિરમાં પૂજા અર્ચના કરી હતી અને સાઇધામમાં દર્શન કતાર સંકુલનું લોકાર્પણ કર્યું હતું. નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા તે પછી દેશભરના યાત્રાધામોનું કાયાપલટ કરી રહ્યાં છે.
સત્તાવાર નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે શિરડી ખાતેનું નવું “દર્શન કતાર સંકુલ” એક અત્યાધુનિક આધુનિક મેગા બિલ્ડીંગ છે, જે ભક્તો માટે આરામદાયક વેઇટિંગ એરિયાની સુવિધા આપે છે. તે 10,000થી વધુ ભક્તોની કુલ બેઠક ક્ષમતા સાથે અનેક વેઇટિંગ હોલથી સજ્જ છે.
વડાપ્રધાને ઓક્ટોબર, 2018માં આ સંકુલનો શિલાન્યાસ કર્યો હતો.વડાપ્રધાન મહારાષ્ટ્રમાં 86 લાખ ખેડૂતોને લાભ થાય તેવી નમો શેતકરી મહાસન્માન નિધિ યોજના તથા રૂ.7,500 કરોડના વિકાસ પ્રોજેક્ટ લોન્ચ કર્યો હતો. મોદી નીલવંદે ડેમનું જલ પૂજન કરશે અને ડેમનું કેનાલ નેટવર્ક રાષ્ટ્રને સમર્પિત કર્યું હતું. આ પછી તેઓ આરોગ્ય, રેલવે, રોડ અને ઓઇલ એન્ડ ગેસ સહિતના ક્ષેત્રના આશરે રૂ.7,500 કરોડના વિવિધ વિકાસ પ્રોજેક્ટનું લોકાર્પણ અને શિલાન્યાસ કર્યો હતો.