New Delhi, Nov 02 (ANI): A thick layer of smog covers the Kartavya Path area as the quality of air goes down, in New Delhi on Thursday. (ANI Photo/Ishant)

ખેતરોમાં આગની ઘટનાઓમાં વધારો તથા પ્રતિકૂળ હવામાનને કારણે દિલ્હીમાં હવાનું પ્રદૂષણ ખતરનાક સ્તરે પહોંચ્યું હતું. ડોક્ટર્સે શ્વાસની સમસ્યાઓ વકરવા અંગેની ચેતવણી આપી હતી. ગાઢ ધુમ્મસવાળા વાતાવરણને કારણે સૂર્ય પણ છૂપાઈ ગયો હતો.

વૈજ્ઞાનિકોએ આગામી બે સપ્તાહમાં દિલ્હી-NCRમાં પ્રદૂષણના સ્તરમાં વધારો થવાની ચેતવણી આપી છે. ઘણા વિસ્તારોમાં એર ક્વોલિટી ઇન્ડેક્સ (AQI) 400નો આંકને વટાવીને ગંભીર કેટેગરીમાં પ્રવેશ્યો છે. સફદરજંગ વેધશાળામાં સવારે 7 વાગ્યાની આસપાસ વિઝિબિલિટી ઘટીને માત્ર 500 મીટર થઈ હતી. બપોરે 3 વાગ્યે શહેરનો AQI 378 પર પહોંચ્યો હતો. 24 કલાકનો સરેરાશ AQI બુધવારે 364, મંગળવારે 359, સોમવારે 347, રવિવારે 325, શનિવારે 304 અને શુક્રવારે 261 હતો. 301થી 400 વચ્ચેના એક્યુઆઇને ખૂબ જ ખરાબ માનવામાં આવે છે.

હેલ્થ પ્રોફેશનલ્સે ચિંતા વ્યક્ત કરી હતી કે હવાના પ્રદૂષણથી બાળકો અને વૃદ્ધોમાં અસ્થમા અને ફેફસાની સમસ્યાઓમાં વધારો થઈ રહ્યો છે.

સફદરજંગ હોસ્પિટલમાં દવા વિભાગના વડા જુગલ કિશોરે કહ્યું હતું કે બ્રોન્કાઇટિસ ઇન્ફેક્શનમાં ઉછાળો આવ્યો છે. ક્રોનિક બ્રોન્કાઇટિસ અને અસ્થમા જેવા શ્વસન સમસ્યાઓથી પીડિત લોકો તેમની દવાઓ નિયમિત ધોરણે લેવી જોઇએ અને એકદમ જરૂરી ન હોય ત્યાં સુધી ખુલ્લામાં ન જવું જોઇએ. દિલ્હીમાં ઇન્ડોર પ્રદૂષણમાં પણ વધારો થયો હોવાથી લોકોને તેમના ઘરોમાં એર પ્યુરિફાયરનો ઉપયોગ કરવાની સલાહ આપવામાં આવી હતી.

LEAVE A REPLY