REUTERS/Anas Al-Shareef

ગાઝામાં હમાસ સાથેની લડાઈમાં 20 વર્ષના ભારતીય મૂળના સૈનિક સહિત ઇઝરાયેલના 11 સૈનિકોના મોત થયાં હતાં. બીજી તરફ ઇઝરાયેલે ગાઝામાં જબાલિયા શરણાર્થી કેમ્પ પર હવાઇ હુમલા કર્યા હતાં. તેમાં 50 વ્યક્તિઓના મોત થયા હોવાનો પેલેસ્ટાઇન સત્તાવાળાએ દાવો કર્યો હતો.

ભારતીય મૂળનો સેનિક સ્ટાફ સાર્જન્ટ હાલેલ સોલોમન દક્ષિણ ઇઝરાયેલના ડિમોના શહેરનો હતો. ડિમોનાના મેયર બેની બિટ્ટને બુધવારે ફેસબુક પોસ્ટમાં જણાવ્યું હતું કે અમે ખૂબ જ દુખ અને શોક સાથે જાહેર કરીએ છીએ કે ગાઝાની લડાઇમાં ડિમોના પુત્ર હાલેલ સોલોમનનું મોત થયું છે. ડિમોના ઇઝરાયેલના દક્ષિણમાં આવેલું એક શહેર છે. તે ઇઝરાયેલના પરમાણુ રિએક્ટરથી જાણીતું છે. પરંતુ કેટલાક લોકો તેને “લીટલ ઇન્ડિયા” ગણાવે છે કે કારણ કે આ ટાઉનશીપમાં ભારતીય મૂળના યહુદીની મોટી સંખ્યા છે.

હમાસની સશસ્ત્ર પાંખ અલ-કાસમ બ્રિગેડે બુધવારે દાવો કર્યો હતો કે મંગળવારે જબાલિયા શરણાર્થી શિબિર પર ઇઝરાયેલના હવાઈ હુમલામાં વિદેશી પાસપોર્ટ ધરાવતા ત્રણ વ્યક્તિ સહિત 7 બંધકોના મોત થયાં હતાં. હમાસે 7 ઓક્ટોબરે લગભગ 240 લોકોને બંધક બનાવ્યા હતા.હમાસે અત્યાર સુધી બે અમેરિકન નાગરિકો સહિત ચાર નાગરિકોને મુક્ત કર્યા છે. ઇઝરાયલી દળોએ હમાસની કેદમાંથી એક સૈનિકને છોડાવ્યો છે.

ઇઝરાયેલે બુધવારે દાવો કર્યો હતો કે તેના હવાઇહુમલામાં હમાસના એક કમાન્ડરનો ખાતમો બોલાયો હતો. જોકે હમાસે આ દાવાને નકારી કાઢ્યો હતો. પેલેસ્ટાઈનના સત્તાવાળાઓએ દાવો કર્યો હતી કે હુમલામાં 50 નાગરિકોના મોત થયા છે. દરમિયાન, ઇઝરાયેલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહુએ બુધવારે જણાવ્યું હતું કે ગાઝા પટ્ટીની અંદર જમીનની લડાઇમાં દુઃખદાયક નુકસાન થયું છતાં હમાસ સામે દેશનું યુદ્ધ ચાલુ રહેશે

LEAVE A REPLY

seventeen + seven =