(ANI Photo)

ફિલ્મ નિર્માતા રાજકુમાર સંતોષીને ગુજરાતના જામનગરની સ્થાનિક અદાલતે ચેક બાઉન્સ બદલ બે વર્ષની જેલ અને ₹2 કરોડનો દંડ ફટકાર્યો હતો. કોર્ટે આ આદેશ સામે અપીલ કરવા માટે આ આદેશ સામે 30 દિવસનો સ્ટે પણ આપ્યો હતો. આમ રાજકુમાર સંતોષી હાલમાં જેલમાં નહીં જાય, પરંતુ કોર્ટના આદેશ સામે ઉપલી કોર્ટમાં અરજી કરી શકશે.

ફરિયાદી ઉદ્યોગપતિ અને શિપિંગ મેગ્નેટ અશોક લાલે એક ફિલ્મ પ્રોજેક્ટ માટે લોન તરીકે ફિલ્મ નિર્માતાને  ₹1 કરોડ આપ્યા આપ્યાં હતા. અશોક લાલે તેમની ફરિયાદમાં જણાવ્યું હતું કે, ફિલ્મ નિર્માતાએ તેમને રકમ ચૂકવવા માટે પ્રત્યેક ₹10 લાખના 10 ચેક લખ્યા હતાં. જોકે તેઓ ચેકને જમા કરવા ગયા ત્યારે ફંડની અછતને કારણે બાઉન્સ થયા હતા. અશોક લાલે કહ્યું કે ચેક બાઉન્સ થયા ત્યારે તેમણે પ્રથમ ફિલ્મ નિર્માતા સાથે સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો. જોકે તેના તમામ પ્રયાસો નિષ્ફળ ગયા જેના પગલે તેણે નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ એક્ટ હેઠળ દાવો દાખલ કર્યો કર્યો હતો.

રાજકુમાર સંતોષી ઘાયલ, ઘટક અને દામિની જેવી સુપરહિટ ફિલ્મો માટે જાણીતા છે. તેમની આગામી ફિલ્મ “લાહોર 1947” આમિર ખાન પ્રોડક્શન દ્વારા બનાવવામાં આવી રહી છે અને તેમાં સની દેઓલ અને પ્રીતિ ઝિન્ટા મુખ્ય ભૂમિકામાં છે.

 

Leave a reply

  • Default Comments (0)
  • Facebook Comments