ભારત સહિત વિશ્વભરમાં 7-8 સપ્ટેમ્બરે સંપૂર્ણ ચંદ્રગ્રહણનો દુર્લભ નજારો જોવા મળશે. ભારતીય સમય મુજબ 7 સપ્ટેમ્બરે રાત્રે 8.58 કલાકે ચંદ્રગ્રહણનો પ્રારંભ છે અને તે સવારે 2.25 વાગ્યા સુધી ચાલુ રહેશે. છત્ર ગ્રહણ રાત્રે 9.57 વાગે ચાલુ થશે અને પૃથ્વીનો પડછાયો ચંદ્ર પર સ્પષ્ટ દેખાશે. સંપૂર્ણ ચંદ્રગ્રહણ રાત્રે 11 કલાકે ચાલુ થશે અને 12.2 વાગ્યે પૂરું થશે. આ પછી 2.25 વાગે ચંદ્ર પૃથ્વીના પડછાયામાંથી બહાર નીકળશે. આ ચંદ્રગ્રહણ દાયકામાં સૌથી લાંબું છે. ભારતમાં ધાર્મિક પરંપરા અનુસાર ચંદ્રગ્રહણને કારણે મંદિરો અને ધાર્મિક વિધિઓ બંધ રહેશે
હવામાન અનુકુળ રહેશે તો વિશ્વની લગભગ 85% વસ્તીને ચંદ્રગ્રહણ જોવાની તક મળશે.આ અસાધારણ ઘટના દરમિયાન, પૃથ્વી સૂર્ય અને ચંદ્ર વચ્ચે સંપૂર્ણ રીતે એક રેખામાં આવશે. ચંદ્રની સપાટી એક અદભુત લાલ-નારંગી રંગમાં પરિવર્તિત થશે. આ ઘટના એશિયા અને પશ્ચિમ ઓસ્ટ્રેલિયાના મોટાભાગના ભાગોમાં સંપૂર્ણપણે દેખાશે, જ્યારે યુરોપ, આફ્રિકા, પૂર્વી ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડના કેટલાક ભાગોમાં આંશિક દૃશ્ય જોવા મળશે.
ભારતમાં ચંદ્રગ્રહણ લોકો જોઇ શકે અને માર્ગદર્શન મળી શકે તે માટે અનેક જાહેર કાર્યક્રમોનું આયોજન કરાયું હતુ. વિશ્વના લગભગ 7 અબજ લોકો એટલે કે 80 ટકા વસતી ગ્રહણની આ અદ્દભૂત ઘટના જોઇ શકશે.
