રૂ.2,323 કરોડના સટ્ટાકાંડમાં ઘણા સમયથી ફરાર હર્ષિત જૈનને દુબઇથી ડિપોર્ટ કરાયા પછી ગુજરાત પછી તેની ધરપકડ કરી હતી. હર્ષિત જૈન પર કરચોરી, જુગાર અને મની લોન્ડરિંગના આરોપ છે.

રાજ્ય પોલીસ તથા કેન્દ્રીય ગૃહ અને વિદેશ મંત્રાલયોની સંકલિત કામગીરીમાં યુએઈમાંથી તેને ગુજરાત લાવવામાં આવ્યો હતો. ગુજરાત પોલીસના સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC)એ હર્ષિત બાબુલાલ જૈન અમદાવાદ એરપોર્ટ પર પહોંચતા જ કસ્ટડીમાં લીધો હતો. ગુજરાત પોલીસની વિનંતી પર, સીબીઆઈએ 9 ઓગસ્ટ, 2023 ના રોજ ઇન્ટરપોલ દ્વારા હર્ષિત બાબુલાલ જૈન વિરુદ્ધ રેડ નોટિસ પ્રકાશિત કરાવી હતી.

પોલીસે જણાવ્યું હતું કે જૈન ગેરકાયદેસર સટ્ટાબાજી, ડબ્બા ટ્રેડિંગ અને સટ્ટા સાથે સંકળાયેલા 2,300 રૂપિયાના કૌભાંડમાં વોન્ટેડ મુખ્ય આરોપી હતો.માર્ચ 2025માં અમદાવાદ પોલીસે માધુપુરા વિસ્તારમાં જૈનની ઓફિસ પર દરોડો પાડ્યો હતો અને 436 ચેક બુક, 438 ડેબિટ કાર્ડ, 193 સિમ કાર્ડ અને અન્ય સામગ્રી સાથે ચાર વ્યક્તિઓની ધરપકડ કરી હતી.

કોર્ટમાં રિમાન્ડ અરજીમાં એવો ખુલાસો થયો હતો કે, તપાસ દરમિયાન 2323 કરોડના વ્યવહાર મળ્યા છે. જે પૈકી 481 ખાતામાં ગયેલા 9.62 કરોડ રૂપિયા ફ્રિઝ કરાયા છે. આ ઉપરાંત 1507 બેનિફિશિયરી એકાઉન્ટ અને ડેબિટ કાર્ડ સાથે લિંક 139 ખાતા પણ ફ્રિઝ કરાયા છે. બીજી તરફ કોર્ટે હર્ષિત જૈનને પાંચ દિવસના રિમાન્ડ પર સોંપાતા પોલીસે તપાસ આદરી હતી.

LEAVE A REPLY