આમ આદમી પાર્ટી દ્વારા ઇન્ડિયા ગઠબંધન હેઠળ ગુજરાતમાં કોંગ્રેસ સાથે મળીને લોકસભા બેઠકોની વહેંચણી કરીને ચૂંટણી લડશે તેવી એકતરફી જાહેરાત કરી છે. આ જાહેરાતના સંદર્ભે કોંગ્રેસે આ જાહેરાતને સમર્થન આપ્યું નથી. “આપ”ના દેદિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ ભરૂચ બેઠક પરથી તેઓ લોકસભાની ચૂંટણી લડશે તેવી જાહેરાત કરી છે. ખાસ તો આપ દ્વારા આદિવાસી બેઠકો ઉપર અંદરખાને લોકસભાની ચૂંટણી લડવા તૈયારી પણ શરૂ કરવામાં આવી છે.
ચૈતર વસાવાએ તેઓ ભરૂચ લોકસભા બેઠક પરથી ચૂંટણી લડશે અને તેના માટે આપના વડા અરવિંદ કેજરીવાલે મંજૂરી આપી દીધી હોવાનું પણ જણાવ્યું હતું. આપના નેતાઓ ચૈતર વસાવાના પ્રભુત્વના આધારે છોટા ઉદેપુર અને દાહોદની આદિવાસી મતદારોની બહુમતી ધરાવતી બેઠકો ઉપરથી પણ ચૂંટણી લડવા ઉમેદવારો અત્યારથી જ નક્કી કરવાના મૂડમાં છે. દક્ષિણ ગુજરાતમાં અન્ય બેઠકો ઉપર પણ લડવા આપની તૈયારી છે. આપના યુવા વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાને ભાવનગર બેઠક ઉપરથી પણ ટિકિટ મળે તેવી સંભાવના છે. શહેરી વિસ્તારો સિવાયની છેવાડાની કે આદિવાસી બેઠકોનો આપ દ્વારા અભ્યાસ થઇ રહ્યો છે અને ભાજપ માટે કઇ બેઠકો પડકારરૂપ સાબિત થઇ શકે છે જેમાં આપ મજબૂત છે કે નહીં તે પણ ચકાસાઇ રહ્યું છે.

LEAVE A REPLY

ten − 4 =