Photo by Sean Gallup/Getty Images)

બોલીવૂડમાં છેલ્લાં કેટલાંક મહિનાઓથી અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા રાય વચ્ચેના છૂટાછેડાની અફવાઓ અને ચર્ચાઓ થઇ રહી છે. હવે આ આવી ચર્ચામાં નિમ્રત કૌરનું નામ જોડાયું છે. અભિષેક બચ્ચન અને નિમ્રત કૌર વચ્ચેના અફેર હોવાની અફવા ઉડી છે.

કેટલાંક લોકો બચ્ચન પરિવારમાં વિવાદ માટે તેને જવાબદાર પણ ઠેરવી રહ્યા છે. કેટલાકે અભિષેક પર છેતરપિંડીની આરોપ પણ લગાવ્યા છે. પરંતુ આ અંગે બચ્ચન પરિવાર મૌન છે. પરિવારે આ મુદ્દે કોઈ પ્રતિક્રિયા આપી નથી. જોકે, હવે પરિવાર સાથે સંકળાયેલાં સૂત્ર દ્વારા આ અંગે પ્રતિક્રિયા આપવામાં આવી છે. તેણે આ અફવાઓને ફગાવીને નારાજગી પણ વ્યક્ત કરી છે.

સૂત્ર કહે છે કે, “આ અફવાઓમાં સત્યને કોઈ સ્થાન જ નથી. અમને તો એ વાતે પ્રશ્ન થાય છે કે આ મુદ્દે નિમરતે કેમ હજુ સુધી કોઈ ઇનકાર કે રદિયો ન આપ્યો. અભિષેક આ બાબતે મૌન રાખ્યું છે, કારણ કે તેના જીવનમાં અત્યારે એકસાથે ઘણું બધું બની રહ્યું છે. તેને આ વિવાદમાંથી બિલકુલ દૂર રહેવાની સલાહ આપવામાં આવી છે.”

સૂત્રએ એમ પણ જણાવ્યું કે, બચ્ચન પરિવારના મોભી અમિતાભ છે, તેઓ સત્યને બહાર પાડીને તેના પર કાયદાકીય પગલાં લેવાની તૈયારી કરી રહ્યા છે. સૂત્રએ જણાવ્યું,“થોડાં દિવસ પહેલાં તેમણે જયા બચ્ચનના માતાને મૃત જાહેર કરી દીધાં. પરિવાર કોઈ પ્રતિક્રિયા ન આપે તો એમના મૌનનો આપણે ગેરલાભ ન લેવો જોઈએ. તેઓ આવી અફવાઓથી ઘણા નારાજ છે અને આ શરૂ ક્યાંથી થયું તે શોધવાની કોશિશ કરી રહ્યાં છે અને ત્યારબાદ યોગ્ય પગલાં લેવામાં આવશે.”

LEAVE A REPLY