Abhishek Bachchan fans on social media
(ANI Photo)

બોલીવૂડમાં એવું કહેવાય છે કે અભિષેક બચ્ચન ઇન્ડસ્ટ્રીમાં તેનું સ્થાન જમાવવામાં નિષ્ફ્ળ રહ્યો છે. તેમ છતાં તેણે તેના અભિનયથી અનેકવાર દર્શકોને પ્રભાવિત કર્યા છે. છેલ્લા 2 દસકાથી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં એક્ટિવ અભિષેક અત્યારે સ્ક્રિપ્ટના મામલે સાવધાન છે અને આ કારણે ગણતરીના પ્રોજેક્ટ્સમાં જ તે જોવા મળે છે. અભિષેકેની ગત વર્ષે રિલીઝ થયેલી ફિલ્મ ‘દસવીં’ અને વેબ સિરીઝ ‘બ્રીધ સીઝન 2’એ સફળતા મેળવી હતી. અભિષેકની ભૂતકાળની ફિલ્મોની વાત કરીએ તો, ફિલ્મ ‘ગુરુ’ અને ‘બોલ બચ્ચન’માં તેણે કરેલા આગવા અભિનયને આજે પણ દર્શકો યાદ કરે છે. ફિલ્મ ‘બોલ બચ્ચન’માં અભિષેકે ગે કેરેક્ટર નિભાવતા પરફોર્મ કરેલી એક ડાન્સ સિક્વન્સની વીડિયો ટ્વીટર પર વાયરલ થઈ રહ્યો છે.

અભિષેકે પરફોર્મ કરેલા ડાન્સ દરમિયાન તેણે આગવા અંદાજમાં ડાન્સ કર્યો હતો. આ કારણે એક યુઝરે તેને માધુરી દીક્ષિત પછી ફિલ્મ ઈન્ડસ્ટ્રીનો બેસ્ટ ડાન્સર ગણાવ્યો હતો. આ સાથે જ, અન્ય યુઝરે લખ્યું હતું કે, આ વિશે ચર્ચા કરવાની કે સરખામણી કરવાની જરૂર જ નથી. આપણને જુનિયર બચ્ચનના રૂપમાં વિનર મળી ચૂક્યો છે. અનેક ટ્વીટની સિરીઝમાં અભિષેક બચ્ચન પણ જોડાઈ ગયો હતો. અભિષેકે જવાબ આપતાં લખ્યું હતું કે, શું તેના પર ચર્ચાની પણ જરૂર છે ખરી ! અભિષેકનો સ્માર્ટ જવાબ ફેન્સને ખૂબ જ પસંદ આવ્યો છે અને જુનિયર બચ્ચનની ટ્વીટને અનેકવાર રીટ્વીટ કરવામાં આવી હતી.

LEAVE A REPLY

13 + two =