(Photo by Kevin Winter/Getty Images for TIFF)

બોલીવૂડમાં એવી ચર્ચા છે કે અભિષેક બચ્ચન ભલે ફિલ્મોમાં પોતાનું સ્થાન ન જમાવી શક્યો પરંતુ ડિજિટલ પ્લેટફોર્મ પર તેનો દબદબો જોવા મળે છે. ઇન્ડિયન સ્ટ્રિમિંગ એકેડેમીએ જાહેર કરેલા 2025ના ટોપ 100 સ્ટ્રિમિંગ અને ડિજીટલ પાવર લિસ્ટમાં અભિષેક ટોચના સ્થાને છે. આ ભારતમાં ઓટીટી અને ડિજિટલ કન્ટેન્ટની દુનિયામાં સૌથી સન્માનજનક યાદી છે.

આ યાદીમાં ટોચ પર રહીને અભિષેકે ફરીથી સાબિત કર્યું છે કે તે સૌથી વૈવિધ્યસભર અને સાતત્યપૂર્ણ નામ છે. છેલ્લાં કેટલાક વર્ષોમાં તેણે સ્ટ્રિમિંગ પ્લેટફર્મ સાથે મોટા પડદા પર પણ ઘણા યાદગાર પર્ફોર્મન્સ આપ્યા છે, જેમાં ‘યુવા’, ‘લુડો’, ‘બોબ બિશ્વાસ’, ‘ઘૂમર’ અને ‘મનમર્ઝિયાં’ સહિતની ફિલ્મનો સમાવેશ થાય છે. અભિષેકની ‘દસવી’નેટફ્લિક્સ પર પ્રથમ ક્રમે ટ્રેન્ડિંગ રહી હતી. ત્યાર પછી એમેઝોન પ્રાઇમ વીડિયો પર પણ તેની ‘બી હેપ્પી’ અને ‘આઈ વોન્ટ ટુ ટોક’ને પણ વિવેચકોએ ઘણી વખાણી અને તેના કારણે તેને એવોર્ડ્ઝ પણ મળ્યા છે.

તેની નવી ફિલ્મ ‘હાઉસફુલ 5’ થોડા દિવસ અગાઉ રિલીઝ થઇ હતી. તેની કારકિર્દી ઝડપથી આગળ વધી રહી છે. તે મજબુત પર્ફોર્મન્સની સાથે દરેક રિલીઝ સાથે સ્ટ્રિમિંગમાં નવા અને મજબુત વિકલ્પો પણ ઉપલબ્ધ કરે છે.

અભિષેક બચ્ચન સાથે આ યાદીમાં તેના પછી અદિતિ રાવ હૈદરી, આદિત્ય રોય કપૂર પણ છે. સાથે જ યુટ્યુબ આઇકોન અજેય નાગર ઉર્ફે કેરી મિનાતિ પણ ચોથા ક્રમે છે. જોકે, તે એક ટોચના સ્થાને રહેલો નોન એક્ટર સેલેબ્રિટી છે.

આ જાહેરાત કરતા સ્ટ્રિમિંગ એકેડમીના ફાઉન્ડર વિષ્ણુ ઇંદુરીએ કહ્યું, ‘ભારતમાં ડિજિટલ ક્ષેત્રનો વ્યાપ ઘણા ઉત્સાજનક તબક્કામાં છે, જેમાં દેશના દરેક ખુણેથી સર્જકો આવી રહ્યા છે અને દુનિયાભરની કથાઓ લોકો સુધી પહોંચાડી રહ્યા છે. પાવર લિસ્ટ એ મનોરંજનના ભવિષ્યને આકાર આપતા આપણા દેશના લોકોના વિચારોનું સન્માન છે. આ માત્ર કન્ટેન્ટની વાત નથી, તેમાં આપણી સંસ્કૃતિ પણ પ્રતિબિંબિત થાય છે અને આ લિસ્ટ એવા લોકોનું સન્માન કરે છે, જેઓ નવા નિયમો લખી રહ્યા છે.’ આ એવોર્ડ સમારંભ 5 જુલાઈએ મુંબઇના જિઓ કન્વેન્શન સેન્ટર ખાતે યોજાશે.

LEAVE A REPLY