પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

મુંબઈ-અમદાવાદ નેશનલ હાઈવે પર પાલઘર જિલ્લાના માનોર પાસે રવિવારની મોડી સાંજે વાન અને કન્ટેનર વચ્ચેના ગખખ્વાર અકસ્માતમાં ચારના મોત થયા હતા અને બીજા આઠ વ્યક્તિને ઇજા થઈ હતી. પોલીસની પ્રાથમિક તપાસ મુજબ વાન ચાલકે કોઈ કારણોસર સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવતા કન્ટેન્ટરમાં ઘુસી ગઈ હતી. મૃતકોમાં બે વર્ષની એક બાળકીનો પણ સમાવેશ છે. આ તમામ લોકો તારાપુરના દાંડીના રહેવાસી છે. તેઓ વિરારના એકવીરા મંદિરેથી દર્શન કરીને પરત ફરી રહ્યા હતા ત્યારે અકસ્માત સર્જાયો હતો.

માનોર પોલીસના જણાવ્યા મુજબ, આ અકસ્માતમાં બે વર્ષના બાળક અને 3 વર્ષના બાળકને પણ ગંભીર ઈજાઓ પહોંચી છે. બે ઈજાગ્રસ્તોની સ્થિતિ ગંભીર હતી. રવિવારની સવારે બે ફાઈવ સીટર ઈકો વાનમાં 9 લોકો મંદિરે દર્શન કરવા માટે નીકળ્યા હતા.

ઈન્સપેક્ટર પ્રદીપ કાસબેએ કહ્યું કે, નજરે જોનારાઓએ પોલીસને જણાવ્યું કે, અવંદની ગામ પાસે રવિવારે સાંજે છ વાગ્યાની આસપાસ વાનના ડ્રાઈવર રાકેશ તામોર કોઈ કારણોસર સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવ્યો હતો. જે બાદ ગુજરાત લેન પર આ વાન એક ક્ન્ટેનરમાં ઘુસી ગઈ હતી. રાકેશ તામોર, હેમંત તારે, તેની દીકરી આરેકર અને પૌત્રી સર્વજના આગળની સીટ પર બેઠા હતા. જેઓના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતાઅકસ્માતની આ ઘટના બાદ કન્ટેનર ચાલક ત્યાંથી ફરાર થઈ ગયો હતો. અકસ્માતની જાણ થતા જ સ્થાનિક લોકો મદદ માટે દોડી આવ્યા હતા. આ અકસ્માત એટલો ભયાનક હતો કે વાનના આગળના ભાગનો ભુક્કો બોલી ગયો હતો. જ્યારે પાછળની સીટમાં બેસેલા લોકોને સ્થાનિકોએ બહાર કાઢ્યા હતા.