અદાણી ગ્રૂપ સંચાલિત ગુજરાતના મુન્દ્રા પોર્ટથી 13 સપ્ટેમ્બરે આશરે 3,000 કિગ્રા હેરોઇન ઝડપાયા બાદ અદાણી પોર્ટસે સોમવારે જણાવ્યું હતું કે તેનું ટર્મિનલ 15 નવેમ્બરથી ઇરાન, અફઘાનિસ્તાન અને પાકિસ્તાનથી આવતા કાર્ગોનું હેન્ડલિંગ બંધ કરશે.

ટ્રેડ એડવાયઝરી જાહેર કરતાં પોર્ટ્સ એન્ડ લોજીસ્ટિક્સે કહ્યું હતું કે, 15 નવેમ્બરથી અદાણી પોર્ટ સ્પેશિયલ ઇકોનોમિક ઝોન (APSEZ) ઇરાન, પાકિસ્તાન અને અફઘાનિસ્તાનથી આવનારા કાર્ગો હેન્ડલ નહીં કરે. આ એડવાઇઝરી APSEZ સંચાલિત તમામ ટર્મિનલ્સ અને કોઇપણ APSEZ પોર્ટ પર થર્ડ પાર્ટીના ટર્મિનલ્સ માટે આગામી એડવાઇઝરી સુધી લાગુ રહેશે. અગાઉ 13 સપ્ટેમ્બર મુન્દ્રા પોર્ટમાં બે કન્ટેનરમાંથી આશરે 3,000 કિગ્રા હેરોઇન ઝડપાયું હતું. આ કન્સાઇનમેન્ટ અફઘાનિસ્તાનમાંથી આવ્યું હતું. આ ડ્રગ્સનું મૂલ્ય આશરે રૂા.20,000 કરોડ આંકવામાં આઆવ્યું હતું.