A deserted view of the Girgaon Chowpatty beach in view of Cyclone 'Remal' Alert, in Mumbai

ભારતના હવામાન વિભાગે આગાહી કરી છે કે, બંગાળની ખાડીમાં લો પ્રેસર સર્જાતા 23થી 27મી મે વચ્ચે ઓડિશા, મહારાષ્ટ્ર અને ગુજરાતમાં ચક્રવાત આવવાની સંભાવના છે. આ ચક્રવાત ઉત્તર પૂર્વીય દિશા તરફ આગળ વધીને વધુ તીવ્ર બનશે. જો આ દબાણ ચક્રવાતી તોફાનમાં ફેરવાશે તો તેને ‘રેમલ’ નામ આપવામાં આવશે.
હવામાન વિભાગે આ સ્થિતિમાં 28 મેની આસપાસના દિવસોમાં ગુજરાત અને મુંબઈમાં ભારે વરસાદની આગાહી કરી છે.
બંગાળની ખાડી ઉપર બની રહેલા આ દબાણના કારણે વિભાગે કોલકાતામાં વાવાઝોડા અને વીજળી પડવાના જોખમને જોતા ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું હતું. વાવાઝોડાની દિશાથી ભારતમાં ચોમાસાના આગમન પર અસર થઇ શકે છે. હવામાન વિભાગે 31 મેની આસપાસ કેરળમાં ચોમાસુ બેસવાની સંભાવના વ્યક્ત કરી હતી.

LEAVE A REPLY