આંધ્રપ્રદેશના સિકંદરાબાદમાં 17 જૂને પેસેન્જર ટ્રેનના એક કોચમાં આગ ચાંપવામાં આવી હતી. REUTERS/Stringer

લશ્કરી દળોમાં સૈનિકોની ભરતી માટેની ભારત સરકારની નવી અગ્નિપથ સ્કીમ માટે સરકારની આકરી ટીકા કરતાં કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધીએ આ સ્કીમને તાકીદે પાછી ખેંચી લેવાની માગણી કરી છે.તેમણે જણાવ્યું હતું કે આ સ્કીમની જાહેરાત બાદ તરત તેના નિયમોમાં સુધારો કરવાની ભાજપ સરકારને ફરજ પડી છે, જે દર્શાવે છે કે તે ઉતાવળે યુવાનો પર થોપવામાં આવી છે. હિન્દીમાં ટ્વીટ કરીને પ્રિયંકાએ જણાવ્યું હતું કે નરેન્દ્ર મોદીજી, તાકીદે આ સ્કીમ પાછી ખેંચી લો. નિમણુકો આપો અને એરફોર્સની અટવાયેલી ભરતીના રિઝલ્ટ જાહેર કરો. આર્મીમાં અગાઉની જેમ ભરતી ચાલુ કરો.