Air India will improve customer services with the help of latest technology

તાતા ગ્રુપની માલિકીની એર ઈન્ડિયાએ જણાવ્યું છે કે, ગ્રાહકલક્ષી સેવામાં સુધારા કરવા માટે તેણે સેલ્સફોર્સ કંપની સાથે સહયોગ કર્યો છે. એક નિવેદનમાં એરલાઈને કહ્યું છે કે સેલ્સફોર્સ સાથે મળીને કંપનીના કસ્ટમર કેરના કર્મચારીઓને ગ્રાહકો માટેનો એક યૂનિફાઈડ ડેટા પ્લેટફોર્મ અને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) ટેક્નોલોજીના સાધનોથી સજ્જ કરવામાં આવશે જેથી તેઓ ઓનલાઈન, ગ્રાઉન્ડ સ્તરે તેમ જ ફ્લાઇટમાં પ્રવાસ દરમિયાન, એમ તમામ સ્તરે પ્રત્યેક ગ્રાહક સાથે સંપર્કમાં રહી શકશે.

સેલ્સફોર્સ કંપની પાસેથી પ્રાપ્ત થયેલી ટેક્નોલોજીના માધ્યમથી એર ઈન્ડિયાને તેના કોન્ટેક્ટ સેન્ટર, મોબાઈલ, વેબ, ચેટબોટ, ઈમેલ, સોશિયલ મિડિયા – એમ સંપર્કોના તમામ સ્તરે ગ્રાહકો સાથે સંવાદ કરવામાં મદદ મળશે. સેલ્સફોર્સ અમેરિકાની ક્લાઉડ-બેઝ્ડ સોફ્ટવેર કંપની છે. જે કસ્ટમર રિલેશનશિપ મેનેજમેન્ટ સોફ્ટવેર અને એપ્લિકેશન્સ પૂરાં પાડે છે.

LEAVE A REPLY

eleven − 7 =