Smartphone manufacturers in India will have to comply with the new rules

ભારત સરકાર સ્માર્ટ ફોનમાં અગાઉથી જ ઈન્સ્ટોલ કરાયેલી એપ્સને દૂર કરવા અને મોટી ઓપરેટિંગ સીસ્ટમોનું ફરજિયાત સ્ક્રીનિંગ કરવા દેવામાં આવે એવી ફોન નિર્માતા કંપનીઓને ફરજ પાડવા વિચારી રહી છે. સરકાર એ માટે અનેક નવા સિક્યુરિટી નિયમો અમલમાં મૂકવા વિચારે છે. જોકે, નવા નિયમો જાહેર થયા નથી, પરંતુ ન્યૂઝ એજન્સી-રોયટરનો દાવો છે કે તેણે આ અંગેના સરકારી ડોક્યુમેન્ટ્સ જોયા છે અને સરકારના બે અધિકારી સાથે વાત કરી છે.

ભારતમાં મોબાઈલ ફોન એપ્સ દ્વારા લોકોની જાસૂસી કરવામાં આવી રહી હોવાના અને યૂઝર્સનાં ડેટાની ચોરી કરવાની ઘટનાઓ અંગે ચિંતા વ્યક્ત કરવામાં આવી હોવાથી ભારતનું ઈન્ફોર્મેશન ટેક્નોલોજી મંત્રાલય નવા નિયમો ઘડી રહ્યું છે. અધિકારીનું માનવું છે કે પ્રી-ઈન્સ્ટોલ્ડ એપ્સ નબળી સુરક્ષાનો મુદ્દો હોઈ શકે છે તેથી સરકાર ઈચ્છે છે કે ચીન સહિત કોઈ પણ વિદેશી દેશો તેનો ગેરલાભ ઉઠાવે નહીં. આ બાબત રાષ્ટ્રીય સલામતી સંબંધિત છે.

LEAVE A REPLY